રાષ્ટ્રીય
VIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકા
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના બન છે. કાસગંજ જિલ્લાના મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા ચાર મહિલાઓના મોત થયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં માટીની જરૂર પડતી હોય છે. જેથી સત્સંગમાં હાજર મહિલાઓ મોટી સંખ્યામાં માટી લેવા ગઈ હતી. જ્યાં માટી ખોદતી વખતે આખી ભેખડ મહિલાઓ પર ધસી પડી હતી. જ્યારે બીજી તરફ બે ડર્ઝનથી વધુ મહિલાઓ અને બાળકો માટીની નીચે દટાઈ ગયા હતાં. ત્યાબાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
ભેખડ ધસી પડતા ચાર મહિલાઓના મોત થયા છે. અનેક મહિલાઓ ઘાયલ થઇ છે. માટી કાઢતી વખતે આખી ભેખડ મહિલાઓ પર ધસી પડી હતી. ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. તેઓએ માટી ખોદીને ઘાયલોને બહાર કાઢ્યા. પરંતુ કેટલાક લોકો અંદર દટાઈ ગયા હતા. આથી પોલીસને જાણ કરી હતી. સુરંગ એટલી ઊંડી હતી કે, નીચે દટાયેલ મહિલાઓ અને બાળકોને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવું પડ્યું હતું. બહાર કાઢવામાં આવેલ મહિલાઓ અને બાળકોને સારવાર માટે હોસ્પિટલ કહતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે જેસીબી સાથે સ્થળ પર પહોંચી માટી હટાવી લાશને બહાર કાઢી હતી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લાધિકારી મેધા રૂપમ, એસપી અપર્ણા રજત કૌશિક, ધારાસભ્ય હરિઓમ વર્મા અને ભાજપ જિલ્લા અધ્યક્ષ કેપી સિંહ સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે ગ્રામીણો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી.