Site icon Gujarat Mirror

વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન તા.17મીએ 1.15 કલાક મોડી દોડશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 13.11.2024થી 17.11.2024 દરમિયાન લેવામાં આવતા બ્લોકને કારણે વેરાવળ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક 17 નવેમ્બર, 2024 સુધી રિશિડ્યુલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 17.00 કલાકના બદલે 01 કલાક 15 મિનિટ એટલે કે 18.15 વાગ્યે ઉપડશે. બ્લોકને કારણે ઉપરોક્ત ટ્રેન 13.11.2024 થી 17.11.2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. રૂૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં સમાન ફેરફાર કરવામાં આવશે.

Exit mobile version