ઉંધિયુ ખાવાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવોમાં ત્રણથી ચાર ગણો વધારો, કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું
શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ હાલ લીલોતરી શાકભાજી એટલે લોકોને ભોજનમાં અનરો આનંદ. પરંતુ જામનગરની બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે કારણકે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે.
જામનગરમાં શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી. મહત્વની બાબત છે કે શિયાળામાં શાકભાજી ના ભાવ ખૂબ નીચા હોવાથી ગૃહિણીઓ ઊંધિયું, લીલા ચણાનું શાક, તેમજ પાઉભાજી સહિતના વિવિધ વાનગીઓ વિશેષ બનાવતી હોય છે. પરંતુ આ શિયાળામાં તો દરેક શાકભાજી ના ભાવ ગત વર્ષ કરતાં ખૂબ ઊંચા રહ્યા છે. ઉનાળાની સીઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય પરંતુ ચોમાસા પછી શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે. ત્યારે શિયાળાની સીઝનમાં પણ લીલોતરી શાકભાજી સહીત અન્ય શાકભાજીના ભાવ ઊંચા રહેતા જામનગરમાં ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર પડી છે.
સામાન્ય રીતે શાકભાજીના ભાવ 60 થી 70 રૂૂપિયે કિલો હોય અને તેમાં પણ શિયાળો આવી જતા આ તમામ શાકભાજીના ભાવ રૂૂ. 30 થી 50 આસપાસ પહોચી જાય છે. ત્યારે આજે પણ અમુક શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે .શિયાળાની શરૂૂઆત થઇ ગઇ હોવા છતા શાકભાજીના ભાવમાં દેખીતો ઘટાડો જોવા ન મળતાં ગૃહીણીઓ નું બજેટ ખોરવાયું છે અને તેઓમાં હતાશાની લાગણી જોવા મળે છે. ત્યારે જામનગરની શાકમાર્કેટ હજુ તો શિયાળો શરૂૂ થાય તે પહેલા જ ગરમ બની ગઇ છે. અને આ ભાવથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ચિંતા ઉપજાવી છે.
શાકભાજીના ભાવ ઉંચા રહેવા અંગે વેપારી કહે છે કે જામનગરમાં શાકભાજી અન્ય શહેરમાંથી આવે છે અને તાજેતરમાં કમોસમી વરસાદ પડતા ઓછું વાવેતર હોવાથી શાકભાજીની આવક ઉપર સિદ્ધિ અસર પડી છે. વળી કમોસમી વરસાદ બાદ ઘણીં જગ્યાએ શાકભાજીના પાકનું ધોવાણ થતા માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ શાકભાજીના ઉંચા રહયા છે.
શિયાળો બેસે એટલે ગોહિલવાડમાં આખા રીંગણાંનું શાક અને રીંગણાંનો ઓળોની રિમાન્ડ વધી જાય છે. તેમાંય તળાજા પંથકના અને એક સમયે ગોરખી નાને હવે દરિયાઇ પટ્ટીના ગામડાના રીંગણાંની મીઠાશ જ સ્વાદ પરખુંને અહીં ખેંચી લાવે છે. એટલે તળાજા ના રીંગણાં ની માગ જિલ્લા ભરમાં રહે છે.એટલે છેલ્લા કેટલાક દિવસોથી રીંગણાંના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે. કમૌસમી વરસાદ સતત અઠવાડિયું વરસ્યો જેની અસર શાકભાજીના ઉત્પાદન પર તળાજા પંથકમાં પડી છે. તળાજા યાર્ડમાં જ્યાં હરાજી થાય છે ત્યાં નાના આખા રીંગણાં નું શાક થાય તેવા રીંગણાં હોલસેલ ભાવે રૂૂ.145 ના ભાવે જઇ રહ્યા છે.જે છૂટક માર્કેટમાં રૂૂ.200 સુધીમાં વેચાય છે.એજ રીતે ઓળા ના રીંગણાં રૂૂ.180 ના કિલો એ વેચાય છે. હાલ જે રીંગણાં આવી રહ્યા છે જેનો સ્વાદ દાઢે રહી જાય તેવો છે તે ગોપનાથ પટ્ટી ના રેલીયા,ઝાંઝમેર, પીથલપૂર તરફ થી આવે છે. શાક માર્કેટમાં બે પેઢી થી ધંધો કરતા અજય મકવાણા ખાસ રીંગણાં ના વેપારી તરીકે ઓળખાય છે.તેઓ સસ્તા હોય કે મોંઘા રીંગણાં નો વેપાર કરે છે.તેઓએ જણાવ્યું હતુ આવો ભાવ ભૂતકાળમાં ક્યારેય બોલાયો નથી.
તળાજાના પ્રખ્યાત રીંગણાનો ભાવ રૂા.180થી 200ની ટોચે