Site icon Gujarat Mirror

ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા

 

પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને રાહત મળી

 

શિયાળાની સિઝન જામી છે ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડી વધવાના કારણે લીલોતરી શાકભાજી પણ માર્કેટમાં ઠોકબંધઆવી રહી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લીલા શાકભાજીની આવક આવતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડીનો પારોસતત ઉંચકાઈ રહ્યો છે. જ્યારે શાકભાજીના ભાવ રૂા. 200 સુધી ગગડી ગયા છે. પખવાડિયામાં જ લીલુ લસણ 1200 રૂપિયા વટણા, 300 રૂપિયા, રિંગણા 120 રૂપિયા, ફ્લાવર 180 રૂપિયા અને મેથી રૂા. 150 જેટલી સસતી થઈ છે. યાર્ડમાં ભાવમાં ઘટાડો આવતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઘટતા ગૃહણીઓમાં રાહત જોવા મળી રહી છે. શિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે. શિયાળામાં લગ્નની સિઝન વધારે હોવાથી શાકભાજીનો ઉપાડ પણ બહોળા પ્રમાણમાં થતો હોય છે.

પખવાડિયા પહેલા યાર્ડમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતાં. માત્ર રિંગણા જ રૂા. 5ના કિલો મળી રહ્યા હતાં. જ્યારે અન્ય શાકભાજીના ભાવ ગૃહીણીઓને રડાવી રહ્યા હતાં. જ્યારે પખવાડિયાની અંદરમાં જ ઠંડીનો ચમકારો વધતા શાકભાજીની આવક પણ મબલખ થઈ હતી. જેના કારણે હાલ યાર્ડમાં સાવ સસ્તુ શાકભાજી વહેંચાઈ રહ્યું છે.

યાર્ડના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પખવાડિયા પહેલા લીલુ લસણ રૂા. 4050ના ભાવે વહેંચાતુ હતું જે હાલ 2800નું મણ વેચાઈ રહ્યું છે.

જ્યારે ડુંગળીના આજે મણના ભાવ 400, ટમેટાના એક મણના ભાવ 400, ભીંડાના મણના ભાવ 1000, ગુવાર 1400ની મણ, રીંગણાના 120, સરગવો 2440, લીલી ડુંગણી 300ની મણ, વટાણા 900ના મણ, વાલ 600ના મણ, બટેટા 550ના મણ, ફ્લાવર 120નું મણ અને મેથી 250ની મણ વેચાઈ રહી છે. યાર્ડમાં હાલ સતત શાકભાજીની આવક આવતા શેડમાં મબલખ શાકભાજી જોવા મળી રહ્યું છે.

સ્થાનિક બજારમાં જોઈએ તો કોથમરી, પાલકની પણ મબલખ આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં લીંબુનો કિલોનો ભાવ 50 થી 55, બટેટા રૂા. 30-40, સુકી ડુંગળી રૂા. 20-30, ટમેટા 25-30 રૂપિયા, કોથમરી 20 રૂપિયા, રિંગણા રૂા. 10-15, ભીંડો રૂપિયા 50, ગુવાર 70થી 80, ચોળાસીંગ રૂા. 40, વાલોળ 20થી 25, લીલી ડુંગળી રૂા. 15, આદુ રૂા. 40-45 અને લીલા મરચા 30-35 રૂપિયાના કિલોએ વહેંચાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં શાકભાજીની આવક થતાં અને ભાવમાં પણ ઘટાડો જોવા મળતા ગૃહીણીઓના બજેટને પણ રાહત મળી છે.

યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીની મોસમ વધશે તેની સાથે હજુ પણ શાકભાજીની આવકમાં વધારો થશે અને તેના કારણે શાકભાજી વધારે સસ્તા થવાની શક્યતા છે. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરતા શાકબાજીના ભાવ અને આવક અંગે ચોક્કસ કોઈ ધારણા બાંધી શકાય તેમ નથી.

Exit mobile version