Site icon Gujarat Mirror

વનતારાની પહેલ : લુપ્તપ્રાય 41 સ્પિક્સ મકાવ્ઝ બ્રાઝિલના જંગલમાં છોડાશે

વૈશ્ર્વિક વન્યજીવ સંરક્ષણને આગળ ઘપાવવા માટે વનતારાની પ્રતિબદ્ધતા : એસીટીપી સાથે ભાગીદારી કરી

વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિક્સી) ફરીથી તેમના મૂળ નિવાસસ્થાન, બ્રાઝિલના જંગલમાં, મુક્તપણે વિહાર કરશે. આ લુપ્તપ્રાય પ્રજાતિના 41 સ્પિક્સ મકાવ્ઝનું વનતારાની સંલગ્ન સંસ્થા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જીઝેડઆરઆરસી) અને એસોસિયેશન ફોર ધ ક્ધઝર્વેશન ઓફ થ્રેટેન્ડ પેરટ્સ (એસીટીપી) સાથે મળીને તેમના મૂળ નિવાસસ્થાનમાં પુન:સ્થાપન કરશે. આ ગ્લોબલ રિઇન્ટ્રોડક્શન પ્રોગ્રામના ભાગરૂૂપે વનતારા એસીટીપીને માર્ગદર્શન અને નિર્ણાયક સંસાધનો પૂરા પાડી રહ્યું રહ્યું છે.આ સીમાચિન્હ આવા કાર્યક્રમોની અગાઉની સફળતાઓના આધારે હાંસલ કરવામાં આવ્યું છે, જેમાં 2022માં 20 સ્પિક્સ મકાવ્ઝના જંગલમાં પુન:પ્રવેશનો સમાવેશ થાય છે, તેના પરિણામે 20 વર્ષોમાં પહેલીવાર જંગલમાં જ બચ્ચાનો જફન્મ થયો હતો- આ ઘટના આ પ્રકારના કાર્યક્રમની નોંધપાત્ર પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓનું પ્રમાણપત્ર બને છે. બ્રાઝિલમાં સ્થળાંતરિત કરવા માટે પસંદ કરાયેલા 41 સ્પિક્સ મકાવ્ઝ તેમની વંશાવલિ અને સ્વાસ્થ્યના આધારે પસંદ કરવામાં આવ્યા હતા.

આ ગ્રૂપમાં 23 માદા, 15 નર અને ત્રણ બચ્ચાંનો સમાવેશ થાય છે. કેટલાક મકાવ્ઝ આ વર્ષે છોડવા માટે તૈયાર કરવામાં આવી રહેલા સમૂહમાં જોડાવામાં આવ્યા હતા, જ્યારે અન્યને લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટેના સંવર્ધન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્થાનાંતરણ પહેલાં પક્ષીઓ બર્લિનમાં સંવર્ધન સુવિધામાં 28 દિવસથી વધુ ક્વોરેન્ટાઇનમાંથી પસાર થયા હતા, જેમાં તેઓ બ્રાઝિલના જંગલના વાતાવરણને અસર કરી શકે તેવા કોઈપણ રોગોથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. 28 જાન્યુઆરીના રોજ પક્ષીઓ બર્લિનથી બ્રાઝિલના પેટ્રોલિના એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટમાં રવાના થયા અને તે જ દિવસે બ્રાઝિલ પહોંચ્યા હતા.

અહીં પહોંચતાં જ તેમને સીધા જ ક્વોરેન્ટાઇન સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનાંતરણની કાળજીપૂર્વક દેખરેખ બે પશુચિકિત્સકો અને એસીટીપીના એક કીપર દ્વારા કરવામાં આવી હતી, તેમની સાથે વનતારાની જીઝેડ આર આર સીની નિષ્ણાત ટીમ હતી. બોર્ડર પોલીસ અને ફેડરલ કસ્ટમ્સે ઝડપી ક્લિયરન્સની સુવિધા માટે એરપોર્ટ પર અસ્થાયી ઓફિસની સ્થાપના કરી હતી. પક્ષીઓ અને સ્ટાફ બંને માટે ખાસ વાહનોનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.એસીટીપીના સ્થાપક માર્ટિન ગથ એ જણાવ્યું હતું કે, એસીટીપી વતી અમે અનંત અંબાણી અને વનતારાનો સ્પિક્સ મકાવ્ઝ રિઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની ઉદાર નાણાકીય સહાય ઉપરાંત વનતારાએ અમારી સાથે જે કૌશલ્યની આપ-લે કરી છે તે આ લુપ્ત થઈ રહેલી જંગલી પ્રજાતિઓનું સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં અમૂલ્ય છે. જૈવવિવિધતાની પુન:સ્થાપના અને લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટે વનતારાનું અતૂટ સમર્પણ સાથે તેમના જુસ્સા, સંસાધનો અને સહયોગી અભિગમનું સંયોજન આ પહેલની સફળતાના મુખ્ય ઘટક છે.

આ ભાગીદારી સહિયારી દૃષ્ટિ અને પ્રતિબદ્ધતાની તાકાતનું ઉદાહરણ આપે છે અને અમે આશા રાખીએ છીએ કે તે વિશ્વભરમાં સંરક્ષણ પ્રયાસોને પ્રેરણા આપશે. અમે વનતારા સાથેની ભાગીદારીમાં શક્ય તેટલી લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સાથે મળીને અમારું કાર્ય ચાલુ રાખવા માટે આતુર છીએ.

23 માદા, 15 નર અને ત્રણ બચ્ચાંઓ ચાર્ટર્ડ ફ્લાઈટમાં બ્રાઝિલ પહોંચ્યા : હવે મુક્ત વિહાર કરશે

Exit mobile version