રાજકીય પક્ષો દ્વારા મનઘડત કાયદાઓ થકી વર્ગ વિગ્રહ ફેલાવી સત્તામાં ટકી રહેવાનું પાપ છે: મિલન શુકલ
રાજકોટમાં સવર્ણ સમાજની બેઠકમાં કાયદાનો ઉગ્ર વિરોધ, સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર
યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા બનાવવામાં આવેલી નવી ગાઇડ લાઇનનો દેશભરમાં વિરોધ વ્યાપક બની રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આ કાયદાના વિરોધમાં સવર્ણ સમાજની બેઠક યોજાઇ હતી અને તેમાં યુજીસીના આ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો હતો સાથોસાથ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિયમો સ્થગીત કરવા આપવામાં આવેલા આદેશને આવકાર્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલન શુક્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો તેને અમે આવકારી રહ્યા છીએ. અમે ન્યાયતંત્ર ઉપર ભરોસો કરીએ છીએ. ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પણ સરકારને સૂચના આપવામાં આવી છે માટે જે વિરોધ અને લડત ચાલી એ યોગ્ય હતી કોર્ટ પણ માને છે કે સવર્ણોને પણ અન્યાય થઇ રહ્યો છે.
રાજકીય પક્ષો દ્વારા મનઘડત કાયદાઓ થકી સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવા માટે સત્તામાં ટકી રહેવા માટે અલગ અલગ જ્ઞાતિના વાડા ઉભા કરવાનું ઘોર પાપ કરવામાં આવ્યું હતું એના ઉપર આ બ્રેક લાગી છે.અમારી તો એક જ માંગ હતી કે, કોઈને અન્યાય ન થવો જોઈએ. ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અમે કોઈ દિવસ કોઈ સમાજનો વિરોધ કર્યો નથી. બધાને બધું આપો એમાં અમને વાંધો નથી પણ બીજાને આપવા માટે અમારા બાળકોને અન્યાય થાય તે અમે સહન નહીં કરીએ. ભૂતકાળમાં ઘણા કાયદાઓથી અન્યાય થયેલો છે પણ હવે કોઈ અન્યાય ન થાય એ માટે અમારી રજુઆત છે.
વરુણ પટેલે જણાવ્યું હતું કે, ઞૠઈના નિયમ લાગુ કરવો એ એક ષડયંત્ર હતું. પરંતુ દેશ આખાનો સવર્ણ સમાજ જાગી ગયો છે. જેના કારણે સરકારે પાછું વળવું પડ્યું છે. ઞૠઈના કાયદાથી સર્વણના દીકરા દીકરીઓને બ્લેકમેઇલ કરવામાં આવત. શૈક્ષણિક સ્તરેથી લઇને રાજકીય ક્ષેત્ર સુધી સવર્ણોને પતન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ઞૠઈને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. આ કાયદાનું પાલન ન થાય એવી અમારી માંગ છે. ઞૠઈના 2012ના નિયમ મુજબ લાગુ થાય તેવી અમારી માંગ છે.
દેશમાં ભાજપ સરકાર સવર્ણો એટલે કે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને જૈન દરેક વિધાનસભા અને લોકસભાની સીટ ઉપર છે ત્યારે સૌથી વધુ અસર અમારા બાળકોને થવા જઈ રહી છે. 28 રાજ્યમાં આ કાળા કાયદાનો વિરોધ ચાલુ છે. ગુજરાતમાં બ્રહ્મ સમાજ અને કરણીસેનાએ સાથે રહીને રાજકોટ કલેકટરને રજૂઆત કરી હતી અને પાટીદાર સમાજના આગેવાનો પણ આ કાયદાના વિરોધમાં સહમતી દાખવી હતી જેના જ ભાગરૂૂપે રાજકોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

