શહેરના રેલવે સ્ટેશન પાસે અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી લાકડાની આડી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલવે સ્ટેશન નજીક ખાણીપીણીની રેંકડી પાસે લાકડાની આડી સાથે અજાણ્યા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તથા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી આપઘાત કરી લીધાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

