Site icon Gujarat Mirror

રામનગરમાં યુવાન અને રેલનગરમાં આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

 

શહેરમા લુખાતત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ બે ઘટનામા રામનગર પાસે યુવાન અને રેલનગરમા આધેડ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવક અને આધેડને સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ થોરાળામા આવેલી સર્વોદય સોસાયટીમા રહેતો જીગ્નેશ માવજીભાઇ પંચાલ (ઉ.વ. ર6) સાંજના ચારેક વાગ્યાના અરસામા રામનગર ર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો જયારે બીજા બનાવમા રેલનગર વિસ્તારમા આવેલી મહર્ષી અરવિંદ ટાઉનશીપમા રહેતા સમીરભાઇ કાંતીલાલભાઇ (ઉ.વ. પ1) પોતાના ઘર પાસે હતા ત્યારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમા રાજકોટ ખારચીયા ગામે રહેતા રાજુ નારણભાઇ ડાભી નામનો 40 વર્ષનો યુવાન સરધાર ગામે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version