Site icon Gujarat Mirror

જામનગરમાં નશાની હાલતમાં પટકાતા અજ્ઞાત પુરુષનું મોત

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં એક અજ્ઞાત પુરુષ નશા ભરેલી હાલતમાં મળી આવ્યા હતા, અને નીચે પટકાઈ પડ્યા બાદ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં સંસ્કારધામ સોસાયટીમાં ગઈકાલે 55 વર્ષીય કોઈ અજ્ઞાત પુરુષ નશો કરેલી હાલતમાં નીચે પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા.

આ બનાવ બાદ તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબો દ્વારા તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન ના એએસઆઇ એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂૂ કરી છે. તેમજ તેની ઓળખ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version