શહેરના એસ્ટ્રોન ચોક ફાટક પાસે વહેલી સવારે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એસ્ટ્રોન ચોક ફાટક અને આમ્રપાલી ફાટક વચ્ચે વહેલી સવારે રાજકોટ-પોરબંદર ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યો યુવાન (ઉ.45)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનાં હેડ કોન્સ.અરૂણભાઈ ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનો પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કોઈ વાલી વારસ હોય તો માલવીયાનગર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

