Site icon Gujarat Mirror

મોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયો

તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને ક્ધટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા અને ભત્રીજાના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘાજીભાઈ ભંખોડીયા અને ભત્રીજા રમેશ પ્રેમજીભાઈ ભંખોડીયા બંને બાઈક લઈને તરણેતર લોકમેળામાં ગયા હતા અને મેળામાંથી પરત ફરતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો હતો લાલપર ગામ નજીક પહોંચતા ક્ધટેનર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર પ્રેમજીભાઈ અને રમેશભાઈ બંને પડી જતા ગંભીર ઇજ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

અકસ્માત સર્જનાર ક્ધટેનર જીજે 12 એઝેડ 3270 નો ચાલક નાસી ગયાની સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે ક્ધટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે કૌટુંબિક કાકા ભત્રીજાના મૃત્યુને પગલે પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

Exit mobile version