Site icon Gujarat Mirror

અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી

ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ

ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ છતર ચોરી કરીને લઇ જતા આ બારામા ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.ચોરીની આ ઘટના ચલાલામા સ્વામીનારાયણ મંદિરમા બની હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર, મંદિરના કોઠારી અરૂૂણભાઇ પોપટભાઇ કાથરોટીયાએ ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તારીખ 17ના રોજ બપોરબાદ પાંચથી સાડા પાંચ દરમિયાન મંદિરમા ગર્ભગૃહમા તસ્કરો ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ છતર કિમત રૂૂપિયા 58500ના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા. આ બનાવ અંગેની વધુ તપાસ પીઆઇ એ.ડી.ચાવડા ચલાવી રહ્યાં છે.

Exit mobile version