Site icon Gujarat Mirror

ભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરાર

એસઓજીની ટીમની બાતમીના આધારે ત્રિપુટી ઓળખાયા બાદ બન્નેને દબોચી લીધા

શહેરના ભગવતીપરા બ્રીજ નજીક પરપ્રાંતિય યુવકને છરી બતાવી 7500ની રોકડની ત્રણ શખસોએ લૂંટ ચલાવ્યાના બનાવમાં એસઓજીની ટીમે બાતમીના આધારે આ લુંટમાં સંડોવાયેલ પોલીસના વાહન ટોઈંગની કામગીરીમાં કામ કરતા કર્મચારી સહીતની ત્રિપુટીએ લુંટ ચલાવ્યાનું ખુલ્યા બાદ બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો.

બી ડીવીઝન પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યા મુજબ મૂળ ઉતરપ્રદેશના અલ્હાબાદના મયનપુર જીલ્લોના મોંગલાપેન્સાનો વતની અને હાલ રાજકોટમાં લાતી પ્લોટ શેરી નં.4 રહેતો મોહિતકુમાર દિનેશકુમાર ગૌતમ ગઇ તા.26/10/2025 ના બપોરના સમયે મિત્ર સાથે પોતાની પાસે રહેલ રોકડા રૂૂપીયા 7500 પોતાના વતનમાં પરીવારને મોકલવા માટે દુકાને જતા હતા તે દરમ્યાન ભગવતીપરા પુલની નીચે આવેલ મેલડીમાતાના મંદિર પાસે પહોંચતા અજાણ્યા ત્રણ શખસોએ બંને યુવકોને આંતરી છરી બતાવી ગળા ઉપર છરી રાખી મોહીતના ખિસ્સામાંથી રૂૂ. 7500ની રોકડ લૂંટી નાસી ગયા હતા. લૂંટનો બનાવ બનતા લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મોહિતની ફરીયાદ પરથી ત્રણ અજાણ્યા શખસો સામે લૂંટનો ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા તથા ટીમના એ.એસ.આઈ રાજેશભાઇ બાળા, અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે આ લુંટમાં સંડોવાયેલ ત્રિપુટીની ઓળખ થઇ હતી જેમાં પારેવડી ચોક ખોડીયાર પરામાં રહેતો પોલીસના વાહન ટોઈંગમાં કામ કરતો જય ઉર્ફે જયલો વિક્રમભાઇ મકવાણા (ઉ.વ.23) અને ભગવતીપરા ત્રિમૃતી ચોક પાસે રહેતો કુલદીપ ઉર્ફે રાજ મોહનભાઈ મકવાણા (ઉ.વ.19) સાથે રોહિત ધર્મેન્દ્રભાઈ દડયા હોવાનું જાણવા મળ્યું હતું એસઓજીની ટીમે કુલદીપ ઉર્ફે રાજ મોહનભાઈ મકવાણા અને જય ઉર્ફે જયલો વિક્રમભાઇ મકવાણાને ઝડપી લીધો હતો જયારે રોહિત ધર્મેન્દ્રભાઈ દડયાની શોધખોળ શરૂૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સુચનાથી એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા તથા ટીમના એ.એસ.આઈ રાજેશભાઇ બાળા, અને સિધ્ધરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.

Exit mobile version