ગુજરાત

તબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર

Published

on

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્માન યોજનાનો લાભ ખાટવા ગેરકાયદે કેમ્પ યોજી 19 લોકોના એન્જિયોગ્રાફી અને સાતના એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન ઝીંકી દીધા

ઉશ્કેરાયેલા ગ્રામજનોની હોસ્પિટલમાં બેફામ તોડફોડ, ડોકટરો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ, ધરપકડ કરવા આરોગ્ય કમિશનરનો આદેશ

અમદાવાદની એક હોસ્પીટલે આયુષ્યમાન કાર્ડનો લાભ ખાટવા માટે કેમ્પના નામે 19 લોકોની એન્જિયોગ્રાફી અને સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ તબીબોની બેદરકારીના કારણે બે લોકોના મોત થતા ભારે ધમાલ મચી ગઇ છે અને મૃતકોના સગા-સંબંધીઓને ખ્યાતિ હોસ્પીટલમાં રીતસર આતંક મચાવી બેફામ તોડફોડ કરી હતી.


આ ઘટનામાં હજુ સાત દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાને ગંભીર ગણાવી તપાસના આદેશ આપ્યા છે તેમજ ડોકટરને પણ તાત્કાલીક સસ્પેન્ડ કરાયા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસાણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ કરાયો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ કર્યા બાદ પેસન્ટોને હોસ્પિટલ ખાતે બોલવાયા હતા. હોસ્પીટલમાં 18 જેટલાં લોકોને હોસ્પિટલમાં એડમિટ ઓપરેશન બાદ 2 પેસેન્ટના મોતથી ખળભરાટ મચ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ કડીના બોરીસણાના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.


મળતી માહિતી મુજબ, 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી નાગરભાઇ મોતીભાઇ સોનમ (ઉ.વ.59) અને મહેશ ગીરધર બારોટ (ઉ.વ.45)ના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ.


અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના ભોગ લીધા હોવાના દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે. કોઈપણ જાણ વિના 19 જણાની એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા હતા. આ સાથે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ બેદરકારીમાં દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.


આ સમગ્ર કાંડ બાદ સરકાર એકશન મોડમાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત પછી આરોગ્ય કમિશ્નરની ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટરોનું તત્કાલ અસરથી કરવામાં સસ્પેન્શન કરવામાં આવ્યું છે. તેમજ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ કરવામાં આવશે.


આરોગ્ય કમિશ્નરે જણાવ્યું છે કે મેડીકલ ચેકઅપ કેમ્પ ટુ સરકારી યોજનામાંથી રૂૂપિયા ઉતારવા માટે ડોક્ટરોના મોતનો વેપાર સામે કડક કાર્યવાહી થશે. તેમજ ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનુ તત્કાલ અસરથી સસ્પેન્શન કરવા આદેશ આપ્યા છે. આ સિવાય કહ્યું છે કે આવા કેસ સામે દંડ ફટકારવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version