ભીમરાવનગરમાં બે મહિનાની બાળકી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં : મોત

શહેરના આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…

શહેરના આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતુ માસુમ પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના અને હાલ આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગર શેરી નં21માં રહેતા બરફીભાઇ કાશીનાથની બે મહિનાની બાળકી સોનુને ગઇકાલે રાત્રે માતાએ પેટ ભરાવ્યા બાદ સુવડાવી દીધી હતી. બાદમાં આજે સવારે તેને ઉઠાડતા તે ઉઠતી ન હોય જેથી બેભાન હાલતમાં તેને સારવાર માટે ઝનાના હોસ્ટિપલમાં ખસેડવામાં આવી હતી. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સોનુ એક ભાઇ ત્રણ બહેનમાં નાની અને તેના પિતા કંપનીમાં કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. માસુમ પુત્રીના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.