ક્રાઇમ
વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતોનુસાર, ગત તા.2 ના રાત્રીના સાડા નવેક વાગ્યે સોમનાથ ટોકિઝ ખાતેથી ગોવિંદપરા ગામે જવા નીકળેલ પીડીત યુવતીએ ગ્રીન અને યલ્લો કલરની પ્યાગો રીક્ષા ઉભી રાખવી તેમાં બેસી હતી. રીક્ષા ચાલક પહેલા તાલાળા ચોકડી ખાતે લઇ ગયેલ અને ત્યાંથી છાજલીવાળી કાળી ટોપીવાળો જેને પપ્પુ સાહિલ નામનો વ્યક્તિ તથા દાઢીવાળો વ્યક્તિ અક્રમ બન્ને જણા ત્યાં આવેલ હતા. ત્રીજો વ્યક્તિ રાહિલ એફ.ડી. સ્કુલ ખાતે બધા ભેગા થયેલ હતા. આ સમયે પીડીતા ઘરેથી ડિપ્રેસન અને ઉંઘની દવા ખાઈને નિકળી હોવાથી અર્ધ બેભાન જેવી હાલતમાં હતી. જેનો લાભ લઇ આ ત્રણેય શખ્સોએ એક બીજાની મદદગારી કરી ગોવિંદપરા ગામ પહેલા હાઈવે ઉપર ચાલુ રીક્ષામાં તેમજ રોડની સાઇડ પર અંધારામાં રીક્ષા રોકી અક્રમ તથા રાહીલએ પીડીતાના શરીર છાતીના ભાગે તથા ગુપ્ત ભાગોએ હાથ ફેરવી છેડતી કરેલ તથા પપ્પુ સાહીલએ રીક્ષામાં પાછળની સીટ પર સુવડાવી તેણીની મરજી વિરુધ્ધ બળજબરી પુર્વક દુષ્કર્મ કર્યુ હતુ.
આ બનાવ અંગે પીડીતાએ ઉપરોકત વિગતો સાથે પ્રભાસ પાટણ પોલીસમાં ત્રણેય શખ્સો સામે બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી લેવા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આદેશ કરતા પીઆઈ એમ.વી.પટેલ, એ.એસ.આઈ. નંદલાલભાઈ નાનજીભાઈ, હિરેનભાઈ રામસિંગભાઇ, પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ, અરજણભાઇ મેસુરભાઇ, પો.કોન્સ પિયુષભાઈ કાનાભાઇ, કૃષ્ણકુમારસિંહ કણસિંહ, કરણસિંહ બાબુભાઇ, જગદીશભાઇ મોહનભાઇ, મહેશભાઇ ગીનાભાઈ, સુભાષભાઇ માંડાભાઇ, રાજેસભાઇ જોધાભાઈ, કંચનબેન દેવાભાઇ સહિતના સ્ટાફે બનાવ સ્થળ સહિત જુદા જુદા સ્થળોના સીસીટીવી ફુટેજો એકત્ર કરી તપાસ હાથ ધરેલ તેમજ કેમેરા રીક્ષાને લઈ બાતમીદારો મારફત આરોપીઓની માહિતી એકઠી કરી હ્યુમન સોર્સીસના આધારે આરોપી (1) ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમભાઇ શેખ ઉ.વ.26 રહે.સોમનાથ ટોકીઝ (2) અક્રમ ઉર્ફે કાજુ અલ્તાફ શેખ ઉ.વ.24 ભાલકા કોલોની (3) રાહીલ શબીર કુરેશી ઉ.વ.24 રહે. ભાલકા કોલોની વેરાવળ વાળાઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.