Site icon Gujarat Mirror

લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા

જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે સાગરીતો ને મધ્ય પ્રદેશ ના ઇન્દોર પંથક માથી લાલપુર પોલીસે ઝડપી પાડ્યા છે.
લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગળચર ની રાહબરી હેઠળ લાલપુર પોલીસ સ્ટેશનના પ્રો.પો.સબ.ઇન્સ. એ.જી.જાડેજા તથા એ.એસ.આઇ. ડી.સી.ગોહિલ , પો.કોન્સ વિપુલભાઈ કોટા તથા રવિભાઈ આંબલીયા ચિટિંગ ના ગુના ની તપાસ માટે મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. અને લાલપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલા એક ગુન્હા આરોપીઓ એ પીપરટોડા ગામે રહેતા ફરીયાદી સાથે ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂ.બે લાખ પડાવી લઈ ને મધ્ય પ્રદેશ નાસી ગયા હોય જે નાસી જનાર આરોપીઓ ને પકડી પાડવા એલ.સી.બી. શાખા જામનગરના ટેકનીકલ ટીમનો તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરાયો હતો.

જેમાં રવીભાઇ મદનલાલ પથોથે ( ઉ.વ.35 રહે.હનુમાન મંદીર પાસે તેજાજી નગર કોલોની, પોલીસ સ્ટેશન પાછળ ઇન્દોર મધ્ય પ્રદેશ) અને ધર્મેન્દ્ર પ્રેમસિંગ ડામોર (ઉ.વ.27 રહે.મોરાદ ફાટા, ખંડવા રોડ તેજાજીનગર ઇન્દોર મધ્ય પ્રદેશ) ને ઝડપી લીધા હતા. જે બંને આરોપીઓને હાલ લાલપુર પોલીસમથકે લાવવામાં આવ્યા છે, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે રિમાન્ડ પર લેવા કાર્યવાહી આરંભી છે.

Exit mobile version