રાજુલા તેમજ ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિ દિન અકસ્માતોમાં વધારો થતો જાય છે ત્યારે આવી જ એક ઘટના રાજુલા નજીક કાતર રોડ પર જુની બારપટોળી નજીક ત્રીપલ અકસ્માતની ઘટના બનવા પામી છે અકસ્માતની ઘટનાની જાણ 108 ને કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચેલી પરંતુ આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓને ગંભીરતા થવા પામી અને બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા. આ અકસ્માતમાં સ્થળ પર મૃત્યુ પામનાર યોગેશભાઈ ભરતભાઈ તેમજ અનિલભાઈ ઝીણાભાઈ નામ હોવાનું જાણવા મળેલું અન્ય ચાર વ્યક્તિ ઓ ઇજાગ્રસ્ત થયેલ જેમાં તુષારભાઈ ભરતભાઈ. ઘનશ્યામભાઈ બારૈયા .મનુભાઈ લખમણભાઇ અને ભરતભાઈ નાથાભાઈ એમ કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા ઓ થવા પામેલી ત્યારે આ તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલા પરંતુ આ તમામને વધુ ઇજા હોવાથી તાત્કાલિક રાજુલા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં એક મોટરસાયકલ સવાર અકસ્માત કરીને ભાગી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રાજુલા નજીક ત્રણ મોટરસાઈકલ અથડાતાં બે મિત્રોનાં મોત, ચારને ઈજા

