Site icon Gujarat Mirror

ATMમાં પૈસા જમા નહીં કરાવનાર બે કસ્ટોડિયલની ધરપકડ કરાઇ

જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમજ ધ્રોળ ની બેન્કના એટીએમ માં નાણાં જમા નહિ કરાવી રૂૂપિયા 31.36 લાખ ની છેતરપિંડી કરવા અંગે ના પ્રકરણમાં સંડોવાયેલા ખાનગી કંપનીના બે કસ્ટોડિયલની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને બન્ને ને જેલહવાલે કરાયા છે.

રાજકોટની એક ખાનગી કંપની મા કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશીએ જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમ માં નાણા જમા નહીં કરાવી કુલ 31.36 લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમ માં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપની ને સોંપવામાં આવી હતી, અને આ ખાનગી કંપનીના બન્ને કર્મચારીઓએ જામનગર શહેરના લીમડા લાઈન, રણજીત સાગર રોડ, પટેલ કોલોની સામે આવેલી એસ.બી.આઈ. ની કચેરી, નવાગામ ઘેડમા આવેલી બ્રાન્ચ, અને દરેડ તેમજ ધ્રોળ ની બ્રાન્ચમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન રૂૂપિયા 31.36 લાખની રકમ જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગ માં વાપરી નાખી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ જે.પી. સોઢાએ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, અને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે બન્ને આરોપીઓને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.

Exit mobile version