Site icon Gujarat Mirror

બે કરોડ શીખો હુમલો થવા દેશે નહીં: આતંકી પન્નુ પાક.ના ટેકામાં

 

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. વિગતો મુજબ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને પોતાનો ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો કરવા દેશે નહીં. પન્નુએ એવો પણ દાવો કર્યો હતો કે, ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનને શંકા છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તેના પર હુમલો કરી શકે છે.
ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું, અમે ભારતીય સેનાને પંજાબમાંથી પસાર થઈને પાકિસ્તાન પર હુમલો કરવા દઈશું નહીં. તેમણે વધુમાં કહ્યું, ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. અમે 20 મિલિયન શીખો પાકિસ્તાન સાથે ખડકની જેમ ઉભા છીએ. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતમાં શીખ અને અન્ય લઘુમતીઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. હવે સમય બદલાઈ ગયો છે આ 2025 છે, 1965 કે 1971 નહીં.

પોતાના નિવેદનમાં પન્નુએ કહ્યું કે પાકિસ્તાનનું નામ પોતે જ પવિત્રતાનું પ્રતીક છે અને તે તેમની પરંપરા છે કે તેઓ ક્યારેય હુમલો કરતા નથી. તેમણે ચેતવણી આપી હતી કે, જે કોઈ પણ હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે. પન્નુએ આરોપ લગાવ્યો કે, ભારતે રાજકીય લાભ માટે પહેલગામમાં પોતાના જ હિન્દુઓની હત્યા કરી છે.

Exit mobile version