Site icon Gujarat Mirror

જામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાત

જામનગર તાલુકાના નાની બાણુગાર તેમજ મોટી બાણુંગાર ગામમાં એક પરિવારમાં કરુણ જનક કિસ્સો બન્યો છે, અને બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ગમગીની ફેલાઇ છે. પોતાના મામા સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી જઈ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં રહેતા ખુમલોભાઈ રણછોડભાઈ બુડોરીયા નામના 26 વર્ષના યુવાને પોતાની વાડીમાં ઇલેક્ટ્રીક પોલ મા ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના ભાઈ નવલભાઇ રણછોડભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ. શેખ તેમજ પીએસઆઇ એ આર પરમાર સહિતની પોલીસ ટુકડી બનાવના સ્થળે તોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.

ત્યાં જ નાની બાણુંગાર માં રહેતા તેના પિતરાઈ ભાઈ સંદીપભાઈ ગણપતભાઈ બુડારીયા નામના યુવાને પણ ગઈકાલે પોતાની ગેર ગળાફાંસો ખાઈ લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા ગણપતભાઈ બુડારીયા પોલીસને જાણ કરતા પીઆઇ એમ.એમ શેખ અને તેઓની ટીમ દ્વારા આ મામલામાં પણ ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ બંને મૃતક ભાઈઓને પોતાના કુટુંબી મામા સાથે ઝઘડો થયો હતો, અને બોલા ચાલી થઈ હતી, તેનું મનમાં લાગી આવતાં બંને પિતરાઈ ભાઈઓએ એક પછી એક આત્મહત્યાના પગલાં ભરી લીધા હતા જેથી પરિવારજનોમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.

Exit mobile version