Site icon Gujarat Mirror

હુડકો ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી બે સગાભાઇએ યુવાનને માર માર્યો

શહેરના કોઠારીયા મેઇન રોડ હુડકો ચોકડી પાસે અગાઉની માથાકુટનો ખાર રાખી યુવાન પર બે સગા ભાઇએ હુમલો કરતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો જયા તેમને માથાના ભાગે 3 ટાકા આવ્યા હોવાનુ જાણવા મળી રહયુ છે. આ મામલે ભકિતનગર પોલીસના સ્ટાફે બંને ભાઇ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ કોઠારીયા મેઇન રોડ આશાપુરા સોસાયટી શેરી નં 16 મા રહેતા સુરજસિંગ શિવકુમાર ઠાકુર નામના 3ર વર્ષના યુવાને પોતાની ફરીયાદમા હુડકો ચોકડી પાસે રહેતા હિમસિંગ મંગલસિંહ ઠાકોર અને તેમના ભાઇ રબીતસિંગ ઠાકુર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

જે ફરીયાદમા સુરજસિંગે જણાવ્યુ હતુ કે તેમના ભાઇ સાથે આરોપીઓને માથાકુટ થઇ હતી અને જે બાબતનુ બંને વચ્ચે મનદુખ ચાલતુ આવે છે ત્યારે ફરીયાદી સુરજસિંગના ભાઇનુ નામ લઇ આરોપીઓ ગાળો આપતા હોય જેથી તેમને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ભીમસિંગે લોખંડનો સળીયો લઇ ફરીયાદીને માથામા ઝીકી દેતા લોહી લુહાણ થઇ ગયો હતો અને આરોપી રબીતસિંગે ફરીયાદનો પગ પકડી રસ્તા પર ઢસડતા તેમને પગે ઇજા થઇ હતી તેમજ બંને આરોપીઓએ ફરીયાદી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ મામલે ઘવાયેલા સુરજસિંગને માથામા 3 ટાકા આવ્યા હતા. તેમની ફરીયાદ પરથી બંને સગા ભાઇ પર ગુનો નોંધવામા આવ્યો હતો.

Exit mobile version