ક્રાઇમ
ભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયા
ભાવનગર-રાજકોટ હાઈ-વે પરથી દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સાથે બે શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. સોહીલભાઈ ચોકીયા ને બાતમી મળેલ કે, ભરત ભુપતભાઇ માધર રહે.સોમનાથનગર, મિલીટ્રી સોસાયટી પાછળ, ભાવનગરતેના મિત્ર જગદીશ ઉર્ફે માંદો બળવંતભાઈ બારડ રહે.દેસાઈનગર, પેટ્રોલપંપ પાછળ, ભાવનગરને ગેર કાયદેસર દેશી પિસ્ટલ જેવુ હથીયાર આપવા આવેલ છે. અને જગદીશ બારડના પેન્ટના નેફામાં હથીયાર છે. જે બંન્ને ભાવનગર શહેર, ભાવનગર- રાજકોટ હાઈ-વે રોડ, મિલીટ્રી સોસાયટીના નાકા પાસે, સી.સી.પાન દુકાનની સામે જાહેર રોડ ઉપર ઉભા હોવાની બાતમીના આધારે પિસ્ટલ તથા પિસ્ટલનાં જીવતા કાર્ટીસ સાથે જગદિશ ઉર્ફે માંદો બળવંતભાઇ બારડ (ઉ.વ.31 ધંધો.વેપાર રહે.જુનુ ઋષિરાજનગર, દેસાઇનગર, પેટ્રોલપંપ નં.90, સોમનાથનગર, મિલીટ્રી સોસાયટી પાછળ, ભાવનગર)ને ઝડપી લઇ તેની પાસેથી લોખંડની ધાતુની દેશી બનાવટની પિસ્ટલ જેની કિ.રૂૂ.10,000 અને પિસ્ટલના જીવતા કાર્ટીસ નંગ-3 જેની કિ.રૂૂ.300 મળી કુલ કિ.રૂૂ.10,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.