ગુજરાત

ડીએચ કોલેજમાં મંગળવારે રાત્રે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ

Published

on

સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા યાદગાર ગીતો રજૂ કરાશે

મેયર એવોર્ડ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામથી નવાજશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનજયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે,રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે.

રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપેઆગામી તા.19/11/2024, મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુાત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વ્પૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિ ત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સામાજિક અગ્રણી શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના વરદ હસ્તે. કરવામાં આવનાર છે.


આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખમુકેશભાઇ દોશી, ધારાસભ્ય્ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યૂક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતાઉપસ્થિત રહેશે.


રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુેત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટમાણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

યાદગાર ગીતોની એક ઝલક
અમાલ મલિક
જબ તક તુજે પ્યાર સે
મેં હૂં હીરોતેરા
સોચ ના શકે
બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા
કોન તુજ્હે યૂં પ્યાર કરેગા
મેં રહું યા ના રહું તુ મુજમે કહી બાકી રહેના
નિકિતા ગાંધી
તેરે પ્યાર મેં……
રાબતા……..
ક્વાફિરાના………
જુગનું…………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version