Site icon Gujarat Mirror

સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું હશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ મંગળવાર અથવા બુધવારે આ ટેરિફની જાહેરાત કરશે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા તે દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ રેટ સાથે મેચ કરશે અને તે તમામ દેશો પર લાગુ થશે.

તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદ્યા હતા, પરંતુ બાદમાં કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ સહિતના ઘણા વેપારી ભાગીદારોને રાહત આપી હતી. સરકાર અને અમેરિકન આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, યુએસ સ્ટીલની આયાતના સૌથી મોટા સ્ત્રોત કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો છે. આ પછી દક્ષિણ કોરિયા અને વિયેતનામ આવે છે.

કેનેડા અમેરિકાને એલ્યુમિનિયમનું સૌથી મોટું સપ્લાયર છે. જે 2024ના પ્રથમ 11 મહિનામાં કુલ આયાતના 79% છે. મેક્સિકો એલ્યુમિનિયમ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ એલોયનો મુખ્ય સપ્લાયર છે.

અગાઉ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા સામાન પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. વેપાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે, જે વાર્ષિક 2.1 ટ્રિલિયન ડોલરથી વધુના વેપારને વિક્ષેપિત કરી શકે છે. જો કે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને પણ થોડો સમય આપ્યો છે.

ટ્રમ્પ અને તેમના સમર્થકોનું માનવું છે કે ગેરકાયદેસર સ્થળાંતર અને માદક દ્રવ્યોની હેરફેરને રોકવા માટે આ દેશો પર દબાણ લાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટેરિફ ટ્રમ્પની આર્થિક વ્યૂહરચનાનો એક ભાગ છે. આ પગલા દ્વારા તેઓ અમેરિકન અર્થવ્યવસ્થાને વિસ્તારવા, અમેરિકન લોકોના હિતોની રક્ષા કરવા અને નોકરીઓ વધારવા પર ભાર આપી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ, ટ્રમ્પે કહ્યું હતું કે આ ટેરિફ નહીં અન્ય દેશો માટે ખર્ચાળ નિકળશે.

ડોલર સામે રૂપિયો તૂટીને 87.96ના નવા તળિયે
અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે નવા ટ્રેડ ટેરિફ લાદવાની જાહેરાત કરતા જ ભારતીય શેરબજાર આજે તુટયુ હતુ સાથો સાથ ડોલર સામે રૂપિયો 87.96 ના રેકોર્ડ નીચા સ્તરે ખૂલ્યો હતો. હવે રિઝર્વ બેંક રૂપિયો ગગડતો અટકાવવા ડોલર વેંચીને હસ્તક્ષેપ કરે તેવી શકયતા છે. ગત સપ્તાહે રૂપિયો 87.58ના સ્તરે બંધ થયા બાદ આજે 87.96ના સ્તરે ખૂલ્યો હતો.

Exit mobile version