Site icon Gujarat Mirror

જોડિયા નજીક દ્વારકા દર્શને જતી ત્રણ મહિલાને કચડનાર ટ્રકચાલક ઝડપાયો

જામનગર જિલ્લા ના જોડિયા તાલુકામાં વહેલી સવારે ત્રણ પદયાત્રી મહિલાઓ ને ઠોકરે ચઢાવી તેઓના મૃત્યુ નિપજાવ્યા પછી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલક ને પોલીસે શોધી કાઢી અટકાયતમાં લીધો છે, અને ટ્રક કબજે કરી લીધો છે. ગત તા.17/02/2025 ના વહેલી સવારના આમરણ થી ધ્રોલ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર મોરાણા ગામ થી થોડે આગળ બાલંભા પાટીપા પાસે હાઈવે રોડ પર 12 મહીલાઓ પગપાળા ચાલીને દ્વારકા દર્શને જતા હોય તે દરમ્યાન પાછળ થી આવતા ટ્રક (ટ્રેલર) ના ચાલકે પોતાની ટ્રક (ટ્રેલર) પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પગપાળા ચાલીને જતા મહીલાઓ માથી છ મહીલાઓને હડફેટે લઈ અકસ્માત કરી નાશી ગયો હતો. જે બનાવમા સ્થળ પર ત્રણ મહીલાઓના મૃત્યુ થયા હતા.

તેમજ અન્ય ત્રણ મહીલાઓ ને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે બનાવ બાબતે જોડીયા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ જોડીયા પો.સ્ટે.ના સ્ટાફે આ વણશોધાયેલા ગુન્હાની તપાસ દરમ્યાન અલગ અલગ ટીમ બનાવી બનાવ સ્થળની આજુબાજુના સી.સી.ટીવી ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદ થી નાશી જનાર ટ્રક(ટ્રેલર) રજી નં-એન એલ -01 એ જે – 0764 નંબર ના ટ્રેલર ચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવ જાતે યાદવ (રહે. તેલબદરો જી.નવાડા બિહાર) ને ઝડપી લઈ ટ્રક ટ્રેલર કબ્જે કર્યું છે.

Exit mobile version