ભવનગરના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં એટલે કે ગોહિલવાડમાં અનેક દિવસોની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારથી 22 થી 28 દેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાધાર્મિકોત્વના ત્રિવેણી સંગમની ઘડીઓ ગણાઈ રહી છે. ’ભાઈશ્રી” રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહ, નિજ મંદિર પ્રવેશોત્સવ તથા 551 કુંડી મહા વિષ્ણુયજ્ઞની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધન્યતાના આ અવસરથી અનેક દિવસોની આતુરતાનો અંત આવશે. આ સાથે ગધેથડના શ્રી/લાલબાપુના વ્યસન મુક્તિ યોગદાનનો હજારો યુવાધન લાભ લઈ રહ્યું છે. લાલબાપુ દ્વારા યુવાધનને સપથ લેવડાવાઈ રહ્યા છે કે, જો અમે વ્યસન કરીએ તો લાલબાપુના સોગંધ છે…. બાપુએ 12 કરોડ ગાયત્રી મંત્ર જાપથી વાતાવરણને દિવ્ય બનાવ્યું છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આગામી 22 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી. 2026 કરમિયાન એક ભળ ધાર્મિક ત્રિવેણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મુરલીધર દાદાની કૃપાથી યોજાનારા આ મહોત્સવમાં મંદિરનો નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને 555 કુંડી મહાવિષ્ણુયજ્ઞ જેવા પવિત્ર કાર્યો સંપન્ન થશે. આ ધાર્મિક મહોત્સવમાં વ્યસન મુક્ત થનાર વ્યક્તિને ગાયત્રી મંત્રનું પુણ્ય પૂ.લાલબાપુ અર્પણ કરશે. હાલ સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજ સહીત 18 વર્ણમાં ધાર્મિક કાર્યકમને લઈને ભારે ઉત્સાહ જાગ્યો છે.
ધાર્મિક મહોત્સવની વિગતો મુજબ વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આગામી 22 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ શ્રી મુરલીયર દાદા મંદિરમાં નિજ પ્રવેશો સવ, શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને 551 કુંડી મહાવિષ્ણુપસ જેવા પવિત્ર કાર્યો થશે આ ધાર્મિક મહોત્સવમાં આગામી 26 ફેબ્રુઆરીના રોજ ગધેથડ આશ્રમના સંત લાલબાપુ પધારી રહ્યા છે. આ શુભ દિવસે લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં વલ્લભીપુર સહીત 54 ગામના લોકો મહાપ્રસાદનો લાભ લેશે. આ અવસરના ભાગરૂૂપે સૌરાષ્ટ્રના 12 જિલ્લા અને તાલુકામાં સ્વયંમસેવકોની 50 ગાડીઓ દ્રારા પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં લાખોની સંખ્યમાં લોકો પચ્છેગામ પધરાશે. અત્યાર સુધીમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ-બોટાડ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલમાં કંકોત્રીનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી છે. હાલ પચ્છેગામમાં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે / વલ્લભીપુર તાલુકાના 58 ગામોમાં ગાયોને નિરણ, કુતરાને લાડુ, પક્ષીઓને ચણ અને કીડીઓને કીડીવારૂ પૂરવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ યુ. લાલબાપુ તરફથી કરવામાં આવશે. આ પાવનકારી પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને ભોજન પ્રસાદ લેવા અને મહોત્સવનો લાભ લેવા માટે સંતથી લાલબાપુ અને ગધેથડ ગાયત્રી આશ્રમ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો એ જણાવ્યું હતું કે ઇષ્ટદેવ મુરલીયર દાદાના મંદિરનું નવનિર્માણ પૂર્ણ થયું છે. જેના ભાગરૂૂપે શ્રીમદ્ ભાગવત કથાના શુભ પ્રસંગે રમેશભાઈ પાસેથી કથાનું શ્રીફળ મળ્યું હતું.
આ બાદ ગધેથડ પૂ. લાલબાપુને ઠંઠાત્રી આપવા ગયા હતા ત્યારે શ્રીમદ્ ભાગવત સંસાર સાનયા તથા 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ સાંભળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂ. લાલબાપુએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ગોહિલવાડમાં જે મુરલીધર દાદા બિરાજે છે તે સમગ્ર સમાજના છે. આમંત્રણને માન આપીને હું 26 ફેબ્રુઆરીના રોજ પધારીશ અને મહાપણનો પ્રારંભ કરાવીશ. આ તકે પૂ.લાલબાપુએ શરત મૂકી હતી કે હું પુરલીપર દાદાના દર્શને આવીશ ત્યારે જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે તેનો સમગ્ર ખર્ચ ગાયત્રી આશ્રમ ગમૈયડ આપશે.
આયોજકોએ રાજીપો વ્યક્ત કરતા 5. લાલબાપુની શરત સ્વીકારી હતી. આ બાદ વલ્લભીપુરના 54 ગામો માટે ધ્રુવાળાબંધ જમણવારનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અબોલ જીવો માટે પણ ખોરાક પુરો પાડવામાં આવશે. ગુજરાતના 12 જિલ્લામાં 30 લાખ કંકોત્રીનું વિતરણ કરાયું છે. આ મહોત્સવમાં ગધેથડ ગાયત્રી આશ્રમથી સંત શ્રી લાલબાપુ પારશે. તેમજ વિશ્વવંદનીય ભાગવતાચાર્ય 5. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના મુખે કથામૃતનું પાન કરાવવામાં આવશે. આ ઉપરતા અન્ય નામી-અનામી સંતો, મહંતો, સાધુ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે.
કથાના પાવનકારી પ્રસંગો
શોભાયાત્રા/પોથીયાત્રા: તા.22-2, રવિવાર, સવારે 9 કલાક
કપિલજન્મ તા. 23-2. સોમવાર
નૃસિંહ પ્રાગટય: તા.24-2, મંગળવાર
રામજન્મ: તા.24-2, મંગળવાર
કૃષ્ણ જન્મ (નંદોત્સવ): તા.25-2, બુધવાર
ગોવર્ધન પૂજા: તા.26-2, ગુરૂૂવાર
કૃષણ-રૂક્ષ્મણી વિવાહ તા.27-2, શુકવાર
સુદામા ચરિત/કથા વિરામ: તા.28-2, શનિવાર
કથા સમય: સવારે 9 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી

