શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ, ધોરાજી, પાલીતાણા, સિદ્ધપુર, દાંતા, ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, વાદળી, ચાણસ્મા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થાય છે.
શિણણ વિભાગ દ્વારા આજે કરાયેલા બદલીના ઓર્ડરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી કાજલ જાનીની જેતપુર ખાતે, પાલીતાણાના ડી.ડી. રામાનુજની જસદણ, અમરેલીના સાવરકુંડલાના એસ.પી. ડાંગરની રાજકોટ તાલુકા કચેરીમાં, ગીર સોમનાથના કોડીનારના મનીષલાલ વન્ડ્રાની વિંછીયા કચેરી ખાતે ટ્રાન્સફર કરાઇ છે.
ઉપરાંત ભુજના હસુમતીબેન પરમારની પાટણના સરસ્વતીમાં, રાજુલાના હિનાબેન ચાંવની બગસરા, અંજારના જી.જે. અઘેરાની ભાવનગરના ગારીયાધાર, વેરાવળના એચ.આર. હડીયાની ગાંધીનગર, તળાજાના માધવસિંહ પરમારની આણંદના ઉમરેઠમાં મોરબીના દિનેશ ગરચરની જોડીયા, લાઠીના અજયકુમાર જોષીની શિહોર, લીલીયાના અતુલ મકવાણાની તળાજા કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.