Site icon Gujarat Mirror

રણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો

 

જામનગર શહેરના હૃદય સમા રણજીત રોડ પર બેડી ગેટ વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના 10 વાગ્યાથી શરૂૂ થયેલ ટ્રાફિક જામ બપોરના 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ રસ્તા પર વાહનોની અવરજવરનું પ્રમાણ વધવું હતું. રણજીત રોડ એ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. આજે સોમવાર હોવાથી લોકોની અવરજવર વધુ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામની સૌથી મોટી સમસ્યા એ હતી છતા, ઘટનાસ્થળે એક પણ ટ્રાફિક પોલીસ હાજર ન હતી. જેના કારણે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. લોકોએ જાતે જ ટ્રાફિકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી.

Exit mobile version