Site icon Gujarat Mirror

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયો

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.

આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ સિક્સ લાઇનનું કામ ચાલુ છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ નીતિનિયમોનું પાલન કર્યા વગર ગમે ત્યાં ડાયવર્જન આપ્યા વગર અને દિશા સૂચક બોર્ડ મૂક્યા વગર રોડનું કામ શરૂૂ કરી દેવામાં આવેલુ છે.

જેના કારણે રોડ પર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેનો ભોગ આજે ફરી એક ટ્રક બન્યો છે, અને તે જગ્યાએ થોડા સમય પહલા એક કેમિકલ ભરેલું ટેન્કર પણ પલટી મારી ગયું હતું.આ બાબતે કોન્ટ્રકટર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અને આવા અકસ્માતોના કારણે હજારો પ્રવાસીઓ અને વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે. જેના પગલે રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ઘરી છે.

Exit mobile version