Site icon Gujarat Mirror

વોર્ડ નં.14માં સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરતા નગરજનો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં. 14ના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈ ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ, પ્રશ્નો અને અપેક્ષાઓ વ્યક્ત કરી કોંગ્રેસને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

જનસંપર્ક દરમિયાન લોકોએ વધતી મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી, પાણી પુરવઠાની અનિયમિતતા, ખાડાવાળા રસ્તાઓ, ટ્રાફિક સમસ્યા, સામાન્ય લોકો ને ટેક્સ માટે હેરાન કરવા,સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા જેવા ગંભીર મુદ્દાઓ ઉપર અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ જણાવ્યું હતું કે વર્તમાન સત્તાધીશો જનતાની અવાજ સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જનતા આજે જવાબ માંગે છે અને કોંગ્રેસ તે જવાબ મેળવવા માટે રસ્તા પરથી લઈ તંત્ર સુધી સંઘર્ષ કરશે. ભક્તિનગર સર્કલ સહિત સમગ્ર વોર્ડમાં લોકોનો પ્રતિસાદ સ્પષ્ટ સંદેશ આપે છે કે જનતા હવે બદલાવ ઈચ્છે છે. કોંગ્રેસ જનતાની સાથે છે અને તેમની લડતને લોકશાહી રીતે આગળ વધારશે.આ જનસંપર્ક કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ અને જનતા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બન્યો છે. વોર્ડ નં. 14ના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં મળેલા ઉત્સાહજનક પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે લોકો કોંગ્રેસ સાથે ઉભા છે અને પોતાના હક્કો માટે સંગઠિત થવા તૈયાર છે. જનતાની વેદનાને અવાજ આપવા અને જવાબ દારી નિભાવવામાં કોંગ્રેસ સતત મેદાનમાં રહેશે.વોર્ડ નંબર 14 માં જનસંપર્ક દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી ડો.હેમાંગ ભાઈ વસાવડા સહિત વોર્ડ પ્રમુખ બિજલભાઈ ચાવડિયા,જયદીપ મિયાત્રા,વૈશાલી શીંદે ,દીપેન ભાઈ ભગદેવ,મીના બેન ચૌહાણ, અનીશ ભાઈ જોશી,હિરેનભાઈ ચાવડિયા, પ્રીતેશ ભાઈ ચાવડિયા,પરેશ ભાઈ સોની, જયદીપ સરીખડા, હિરેન ભાઈ ખૂટ, ધર્મેશ ભાઈ કોબરિયા, જયંતી કાકા ડોબરિયા, મુજમિલ ભાઈ બેલીમ, ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version