Site icon Gujarat Mirror

કૃષ્ણનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જયારે મોરબી રોડ પર કેન્સરની બીમારીથી આધેડ અને મનહર પ્લોટમાં બિમારી સબબ વૃદ્ધાનું મોત નીપજ્યુ હતુ.

જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં નવલનગરમાં આવેલા કૃષ્ણનગર શેરી નં.16માં રહેતા મહેશભાઇ છબીલદાસ શાહ (ઉ.વ.51)નામના પ્રૌઢે ગતા તારીખ 3-7ના બપોરે પોતાના ઘરે ઉંધઇ મારવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માાટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નીવડતા આજે સવારે તેમનું મોત નીપજ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક મહેશભાઇ બે ભાઇ બે બહેનમાં વચેટ અને ગરમ મસાલો વેચવાનું કામ કરતા હતા. તેઓ એકલા રહેતા હોય જેથી એકલાવાયા જીવનથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં મોરબી રોડ પર શીંગવિહાર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ મોહનભાઇ ઠુંમર (ઉ.વ.46)નામના આધેડને કેન્સરની બીમારી હોય બીમારી સબબ ગત રાત્રે તેમનુ મોત નીપજ્યુ હતુ. જયારે ત્રીજા બનાવમાં મનહર પ્લોટ શેરી નં.9માં રહેતા કંચનબેન હેંમતલાલ ધધડા(ઉવ.80)નામના વૃદ્ધા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ.

Exit mobile version