Site icon Gujarat Mirror

શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળેલી જનેતાએ ફિનાઈલ ગટગટાવ્યું

શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળી જનેતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલ શાંતિધામ મફતીયાપરામાં રહેતી નિતાબેન સાગરભાઈ દાફડા નામની 23 વર્ષની પરિણીતાએ અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળી જઈ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

બીજા બનાવમાં શાપરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતી કાજલબેન વિજયભાઈ પરમાર નામની 30 વર્ષની પરિણીતા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ગુસ્સામાં એસીડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version