Site icon Gujarat Mirror

મોરબી જિલ્લામાં ત્રણ યુવાનનો આપઘાત અને એકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો

મોરબી શહેર અને તાલુકા તેમજ વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો અંગે વધુ તપાસ ચલાવી છે પ્રથમ બનાવમાં મોરબીના વિજયનગર વિસીપરામાં રહેતા બોબી બાલકૃષ્ણ જાટ (ઉ.વ.35) નામના યુવાનનો પોતાના ઘરેથી સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં મૂળ છોટા ઉદેપુર જીલ્લાના વતની હાલ બગથળા ગામની સીમમાં વાડીએ રહીને કામ કરતા અમરસિંગ ગોરધનભાઈ રાઠવા (ઉ.વ.34) નામના યુવાન ગત તા. 27 ના રોજ બગથળા ગામે ફૂલકી નદીમાં આવેલ ચેકડેમમાં ન્હાવા ગયા હતા અને પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના રહેવાસી મનવીર બાબુભાઈ ધોરીયા (ઉ.વ.28) નામના યુવાન ગત તા. 27 ના રોજ હાઈવે પર જેટકો સબ સ્ટેશન સામે પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે ચોથા બનાવમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા વિજય કરમશીભાઈ જખવાડિયા (ઉ.વ.27) નામના યુવાન ગત તા. 23 ના રોજ રાતાવીરડા ગામની સીમમાં પોતાની જાતે કોઈ ઝેરી દવા કે એસીડ પી લેતા સારવારમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Exit mobile version