Site icon Gujarat Mirror

વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા

મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો

રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં 3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂૂ.3.55 લાખ મતાની ચોરી કરી ગયાની માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

વધુ વિગતો મુજબ,150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મેઇન રોડ બ્લોક નં 79 માં રહેતા અક્ષયભાઇ ગીરીશભાઈ રાઠોડ (ઉ.વ.32)ના કારખાનાના ગોડાઉનમાંથી હાઇડ્રોલીક વાલ્વ પંપ નંગ-07 રૂૂ. 53 હજાર, હાઇડ્રોલીક બ્લોક નંગ 07 રૂૂ.17500, સીયરીંગ મશીનની બ્લેડ નંગ 05 રૂૂ.1.10 લાખ, લોખંડની પાઇપ 25 નંગ રૂૂ.1.75 લાખ જે તમામ મુદામાલ મળી કુલ રૂૂ.3.55 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં સીસીટીવી ચેક કરવા તેમજ જાણીતા ગુન્હેગારોને ચેક કરવાની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન પીએસઆઇ એમ.જે.ધાધલ તથા ટીમના માણસોને સયુંકત રીતે ખાનગી બાતમી મળેલ કે,ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સો સ્વામી વિવેકાનંદ મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમા રેલ્વેના પાટાની સામે બેસી ચોરી કરેલ લોખંડના રો મટીરીયલ્સનો સર સામાન સગે-વગે કરી રહ્યા છે અને વેચવાનો પ્લાન કરી રહ્યા છે.

જેથી ટીમે કુલદિપ ઉર્ફે રોહન સુનિલ સોલંકી (ઉવ.22, રહે. દેરડી કુંભાજી ગામ રાજબાઇ માતાજીના મંદિર પાસે દેવીપુજક વાસ મફતીયાપરા,અમરેલી), સની અરવીંદ સોલંકી (ઉવ.21, રહે.દેરડી કુંભાજી ગામ રાજબાઇપરા પાછળ મફતીયાપરા, અમરેલી) અને સગીરને દબોચી લઈ લોખંડના રો મટીરીયલ રૂૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.જ્યારે ચોરીના ગુનામાં આરોપી સનિ ઉર્ફે પીશુ જગુભાઇ ચારોલીયા (રહે. રાજકોટ ચારબાઇ આવાસ યોજના કર્વાટર)ની શોધખોળ યથાવત રાખી છે.
ચોરીનો ગુનો ડિટેકટ કરવાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ, એએસઆઈ હિરેનભાઈ પરમાર, કેતનભાઈ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મનીષભાઈ સોઢીયા, ભાવેશ ગઢવી અને જયદીપસિંહ ભટ્ટીએ કામગીરી કરી હતી.

Exit mobile version