Site icon Gujarat Mirror

સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈ

 

સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો અને જેના કારણે આ દુર્ઘટના સર્જાય છે. મૃતકોમાં એક પરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version