Site icon Gujarat Mirror

મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

મોરબીના રફાળીયા ગામે આવેલ મચ્છોનગરમાં રહેતા યુવાન સાથે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના રફાળીયા ગામે આવેલા મચ્છોનગરમાં રહેતાં વિજયભાઈ દશરથભાઈ વાજેલીયા નામનો 22 વર્ષનો યુવાન સંધ્યા ટાણે પોતાના ઘર પાસે હતો ત્યારે અજય અને વિજય સહિતનાં શખ્સોએ ઝઘડો કરી પથ્થર મારો કર્યો હતો. જેમાં વિજય વાજેલીયાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલામાં આવેલા મફતીયાપરામાં રહેતી છાયાબેન તુલસીભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version