ગુજરાત
દિવાળીના તહેવારમાં એડવોકેટના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ઘરેણાં અને રોકડ સહિત ચાર લાખથી વધુની માલમતા સાથે તસ્કર બેલડી ઝડપાઇ
જામનગર મા પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને દિવાળીના તહેવારોમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું, અને રોકડ રકમ તેમજ દાગીના સહિતની માલમતા ચોરી ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને મહત્વની સફળતા સાંપડી છે, અને જામનગરની તસ્કર બેલડી ને ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદી દાગીના સહિત રિપિયા ચાર લાખ થી વધુ ની માલમતા કબજે કરી છે.જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતનભાઇ જોશી ના રહેણાંક મકાનમાં તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન ચોરી થઈ હતી. જેવો પોતાના ભાઈને ઘેર મીઠાપુર ગયા હતા.
ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રોકડ તથા દાગીના વગેરેની ચોરી કરી ગયા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ની ટિમ હરકતમાં આવી હતી, અને જામનગરમાં દિગજામ ફાટક પાસે ના પૂલ નીચેથી બે તસ્કરો દિનેશ ગંભીરભાઈ પરમાર, તેમજ સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂૂપિયા દસ હજારની રોકડ રકમ, તેમજ અલગ અલગ કંપનીની ઘડિયાળ, તેમજ રૂૂપિયા 3,35,750 ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂૂપિયા ચોપન હજાર ની કિંમતના ચાંદીના દાગીના સહિતની માલમતા કબજે કરી લીધી છે. જે બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.