65થી 70% મતદાનનો અંદાજ, મોબાઇલ સાથે ન લઇ જવા અપીલ
રવિવારે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કૂલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે. તેમજ પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેને કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
કલેકટર પ્રભવ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઇ ગઈકાલે કલેકટર દ્વારા નગરપાલિકાના તમામ બુથ પર સમીક્ષા કરી હતી. તેમજ વ્યવસ્થાઓ અંગેની પણ માહિતી મેળવી હતી. કર્મચારીઓને રહેવા માટેની સુવિધાઓમાટેની સમીક્ષા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.
કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આગામી રવિવારના રોજ રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઇ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મતદાન સેન્ટર પાર મોબાઇલ પર પ્રાંતિબંધ હોવાના કારણે કોઈ પણ મતદારો મોબાઈલ લઈને ન જાય ક્યાંતો પોતાના ઘરે મૂકીને આવે અથવા તો પોતાના વાહનોમાં મૂકીને મતદાન કરવા માટે જવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. વધુમાં જણવ્યું હતું પાંચ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન 65થી 70% મતદાન થાય તેવો અંદાજ છે. તેમજ બધા જ મતદાન મથકો પર પોલીસનો પણ બંધોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ મોબાઈલ પોલીસ માટેની પણ અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે.