Site icon Gujarat Mirror

જંત્રી દરમાં કમ્મરતોડ વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર બરબાદ થઇ જશે

વાંધા-સૂચનની સમય મર્યાદા વધારી ઓફલાઇન પણ લેવા રિયલ એસ્ટેટ એજન્ટસ એસો.ની રજૂઆત

રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા મુસદ્દારૂૂપ જંત્રી 2024 ની વાંધા-સૂચનની ઓનલાઈન પ્રક્રિયા લાંબી-લચક અને ખૂબજ આકરી જણાતા તે પ્રક્રિયાને સરળ કરવા માટે તેમજ વાંધા-સુચનો આપવાની મુદત વધારવા, ઓફલાઈન પ્રક્રિયા શરૂૂ કરવા તેમજ મુસદ્દારરૂૂપ જંત્રી 2024માં ધ્યાને આવેલ વિસંગતતાઓ અને ક્ષતિઓ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેકટર (શહેર), ડેપ્યુટી કલેકટર (ગ્રામ્ય – સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન કચેરી) ને લેખિત આવેદન દ્વારા રજૂ કરવામાં આવેલ 1 સાથો સાથ તેઓ રજૂઆત કરવામાં આવી હતી કે અટલો તોતિંગ જંત્રી વધારો આવે તો રીયલ એસ્ટેટ સેક્ટરને ખૂબ જ નુકસાન થશે.


રિયલ એસ્ટેટ એ માત્ર બિલ્ડર કે બ્રોકર સુધી મયાદિત નથી પરંતુ રિયલ એસ્ટેટ એ એક આખું સેક્ટર છે જેની સાથે 150 થી 200 વ્યવસાયો સંકયેલા છે. જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, સિમેન્ટ, પ્લાસ્ટિક, સિરામિક, ફેબ્રિકેશન, ઇલેકટ્રીક, કોન્ટ્રાકટર, લેબર સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. આ સ્થિતિમાં જયારે જંત્રી દરમાં એકસાથે આવો અસહ્ય તોતિંગ વધારો માત્ર બિલ્ડર કે બ્રોકરને જ નહીં પણ દરેક ક્ષેત્રને અસર કરશે. સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અને દેશના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અગ્રેસર છે. ત્યારે જો આ ક્ષેત્રમાં મંદીના વાદળો છવાશે તો તેની ગંભીર અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આર્થિક વિકાસમાં ચોક્કસપણે વર્તાશે. તેવું રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ નિલેશ સુરાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Exit mobile version