ગુજરાત
રાજ્ય સરકાર ખુદ જાહેર હરરાજીમાં ભાગ લઈ ખેડૂતોની મહામૂલી ઉપજનું વળતર ચૂકવે
અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થાતી હોય તેવા સમયે રાજય સરકારે ટેકાના ભાવે માર્કેટિંગ યાર્ડ માથી મગફળીની ખરીદી કરવી જોઇએ તોજ ખેડૂતોને જણસીના પુરા ભાવ મળે અને ખેડૂતો લુંટાતા બચે, ખાસ તો અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવાનુ હોય ત્યારે બિયારણ, ખાતર, દવા વિગેરે જરૂૂરી સાધન સામગ્રી ખરીદવા પૈસાની ખાસી જરૂૂરિયાત હોય અને સામે બજાર ભાવ ખૂબ ડાઉના હોય ત્યારે ના છુટકે ખેડૂતોને મફત પાણીના ભાવે મગફળી વહેંચી પાયમાલ થવું પડે છેં.
ત્યારે રાજ્ય સરકાર તો સંવેદનશીલ રહી છે, સર્વેના હિતોનું રક્ષણ કરતી રહી છે ત્યારે જગતના તાતને બૂસ્ટર ડોઝ આપવા સરકારે પોતાની ફરજ સમજીને તાત્કાલિક માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમા જાહેર હરરાજીમા ભાગ લઇ મગફળી ટેકાના ભાવે ખરીદે તે ઓટોમેટીક ખેડૂતો પોતાની મહામૂલી ઉપજના પુરા ભાવ મળે માટે રાજય સરકારે ખેડૂતોના હિતમા આવો નિર્ણય કરે તો ખેડૂતો શિયાળુ પાક પણ વહેલી તકે વાવેતર કરી શકે. હાલ રાજકોટ, ગોંડલ, જામનગર, અમરેલી, હાપા, જૂનાગઢ, જેતપુર, જસદણ વિગેરે યોર્ડોમા લાખો ગુણી મગફળીની આવક છે તેમજ યાર્ડોમા ટેકાના ભાવ કરતા 300 થી 400 ₹ મોંઘા ભાવ મળી રહ્યા છે ત્યારે દરરોજ 1000 થી વધુ ટ્રેકટર, મેટાડોર, આઇસર, ટ્રક જેવા વાહનોની લાઈનો જોવા મળે છે ત્યારે સરકારે પોતે ખુલ્લા બજારમા જોહેર હરરાજીમા ઉતરી ખરીદી કરે ખેડૂતોને આ ખોટના ખાડામાંથી ઉગારી શકાય તેમ ચેતન રામાણીની યાદીમાં જણાવ્યું છે.