ગુજરાત
રાજ્ય સરકારે તા.1 નવેમ્બરની રજા જાહેર કરતા કચેરીઓમાં મિનિ વેકેશન
રાજય સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસ પર પણ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ કેલેન્ડર 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારના દિવાળીની, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષ દિનની તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. તથા આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે. ત્યારે દિવાળી પર્વમાં સરકાર અધિકારી -કર્મચારીઓ તહેવારો માણી શકે તેને લઇ તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બદલામાં તા.9-11-2024 બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રહેશે.
રાજય સરકાર દ્વારા શુક્રવારની રજા જાહેર કરતા તા.31 થી તા.1 નવેમ્બવર સુધી ચાર દિવસની સરકારી કચેરીઓમાં રજા રહેશે. શુક્રવારની રજા મળતા કર્મચારીઓને મીની વેકેશન જેવો માહોલ મળ્યો છે.
રાજય સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.