રૈયાધાર ઇન્દિરાનગર 12માં રહેતાં રાજુભાઇ પ્રેમજીભાઇ મુછડીયાની ફરિયાદ પરથી વેજાગામમાં રહેતાં તેમના બહેન શાંતાબેન હમીરભાઈ મેરીયા સામે ગુનો દાખલ કર્યો છે. રાજુભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની બહેન દ્વારા અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમને અવારનવાર માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને ગંભીર ધમકીઓ આપવામાં આવી રહી છે.
તા.કના સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં રાજુભાઈ જ્યારે તેમના પત્ની નાથીબેન સાથે ઘરે હતા, ત્યારે વેજાગામ ખાતે રહેતી તેમની નાની બહેન કાન્તાબેન અચાનક તેમના ઘરે આવી પહોંચયા હતાં અને ઉગ્ર દલીલો શરૂૂ કરી હતી અને કહ્યું હતું કે-તમે મારા દીકરાઓ વિરૂૂધ્ધ જે પોલીસ ફરિયાદ કરી છે તે તાત્કાલિક પાછી ખેંચી લો અને સમાધાન કરી નાખી. જ્યારે રાજુભાઈએ સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી ત્યારે કાન્તાબેને તેમને ડરાવવા માટે જો તમે ફરિયાદ પાછી નહીં ખેંચો તો હું ઝેરી દવા પી જઈશ તેવી આત્મહત્યાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાજુભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમની બહેન અગાઉ પણ અનેકવાર આ બાબતે દબાણ કરવા આવી ચુકી છે. આ ઉપરાંત તેમને કાન્તાબેનના સાસરીયા પક્ષ તરફથી પણ પોતાના આખા પરિવાર પર જોખમ હોવાનો સતત ડર રહેતો હતો.
