Site icon Gujarat Mirror

2010થી દબાણ શરૂ થયું અને દસકામાં વસાહત ખડકાઇ ગઇ

સાઇકલ પણ ચાલી શકે નહીં તેવી સાંકડી ગલીઓ અને ભયંકર ગંદકી

14 વર્ષમાં તળાવની જળસંગ્રહ ક્ષમતા 8.79 લાખ મીટરથી ઘટી 7.58 લાખ થઇ ગઇ

અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. ચંડોળા તળાવમાં તપાસ કરવા પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. જેમાં 1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહત શરૂૂ થઇ હતી.

2002 પછી NGOએ સિયાસતનગર નામની રાહત શિબિર બનાવી તથા 2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ 2009માં તંત્રએ ભૂલથી રાહત શિબિરના વિસ્તારને તોડી પાડ્યો હતો. 2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ કરવામાં આવ્યું તથા 2011માં કોર્ટ વળતર આપવાનો આદેશ કર્યો હતો અને 2011ના આદેશમાં દબાણ હટાવવા પર કોર્ટે કોઇ ટીપ્પણી ન કરી તેમજ 2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂૂ થયું હતુ. 2010 પછીથી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે દબાણો શરૂૂ થયા હતા. ઘુસણખોરોને કેટલાક રાજકીય નેતાઓએ પણ મદદ કર્યાનો આરોપ છે.

અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ છે. જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરી થઇ છે. જેમાં 2010માં જળસંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. તથા 2024માં જળસંગ્રહ ક્ષમતા ફરી ઘટીને 7.58 લાખ ચોરસ મીટર થઇ છે.

14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થયુ છે. જેમાં ચંડોળામાં દબાણનું સચોટ સત્ય – વર્ષ 2024 તળાવ અ – 5,91,838.87 ચોરસ મીટર તથા તળાવ ઇ – 51,301.27 ચોરસ મીટર, તળાવ ઈ – 1,09,585.15 ચોરસ મીટર એટલે કુલ – 7,52,725.29 ચોરસ મીટર છે.

અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને એની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે.

ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં, પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદી રહી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાઈકલ પણ ન જઈ શકે, . આ એ જ બંગાળીવાસ છે, જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે, પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે, જે પોતાને ભારતના નાગરિક ગણાવે છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈપણ થઈ શકે એવો આ વિસ્તાર છે.

Exit mobile version