Site icon Gujarat Mirror

શિવરાત્રીના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શનમાં વહાલા દવલાની નીતિ

સિક્યોરિટી દ્વારા મંદિર અંદરના ફોટા પાડવાની ભક્તોને મનાઇ!

દ્વારકા નજીકના દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે મહંત અને સિક્યુરેટીઓ દ્વારા ભક્તો ને દર્શન કરવા દેવામાં વાહલા દવલાની નિતી કરતા હોય તેવું સામે આવ્યું હતુ. અન્ય ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.

લાગવગીયાઓને પાછળના ગેટ થી એન્ટ્રી કરવા દેતા અડધી કલાક દુર દુર સુધી લાઇમાં ઉભેલ ભક્તોમાં નારાજગી જોવા મલી હતી. નિજ મંદિર અંદરના સિક્યુરેટી ફોટા પાડી રહી અને ભક્તો ફોટા પાડે તેની સામે ગેરવર્તન કરતા હોવાની બુમ ઉઠી હતી. નાગેશ્વર જયોતિલીગ ખાતે સિક્યુરેટી અને મહંતો યાત્રિકો પાસે ગેરવર્તન કરતા હોવાથી ત્યા તંત્ર એકશન લિએ એ જરૂૂરી છે. કારણ કે જયોતિલીંગ હોવાથી દરરોજ હજારો યાત્રિકો દર્શનાથે આવતા હોય અગાવ પણ નાગેશ્વર જયોતિલીગ ખાતે યાત્રિક પાસે ગેરવર્તણ થયુ હતું એ વિડીયો ખુબજ વાયરલ થયો હતો.

Exit mobile version