સૌરાષ્ટ્રમાં પ્રાચિન સંસ્કૃતિની યોગ્ય જાળવણી માટે સરકાર સક્રિય બને, અનેક રજૂઆતો-પત્રો લખ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં : પરેશ પંડ્યા
પ્રાચીન સંસ્કૃતિ બચાવવા કાર્યરત સંસ્થા જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પડયા વિશ્વપ્રસિધ્ધ હરપ્પન સાઇટ રીજડીને બચાવવાની માગણી કરતા જણાવે છે કે, ગુજરાત રાજયના, રાજકોટ જિલ્લાના રોજડી (શ્રીનાથગઢ) ગામમાં પુરાતત્વીય ઇતિહાસમાં વિશ્વસ્તરે ઉલ્લેખનીય સ્થાન પામેલ 4500 વર્ષ પ્રાચીન સંસ્કૃતિનુ કિલ્લેબંધ નગર 1957-58 તથા 1758-પ9મા પધ્ધતિસરનું ઉત્ખનન (ખોદકામ) કરી પુરાતત્વ મહારત્ન, પુરાતત્વવિદ પી.પી.પંડયાએ શોધ્યુ હતુ. જેને દેશ-વિદેશના પુરાતત્વવિદોએ અભિનંદન સાથે આવકારેલ હતું. દેશના અગ્રણી પુરાતત્વવિદોએ આ ઉત્ખનન સમયે અભ્યાસ માટે રોજડી સ્થળની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી.
હરપ્પન સંસ્કૃતિ ઉપર લખાયેલા પુસ્તકોમાં રોજડીનો ઉલ્લેખ અનિવાર્ય છે તેમજ સ્કુલના પાઠય પુસ્તકમાં પણ તેનો સમાવેશ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. સંશોધનના આશરે 20 વર્ષ બાદ અમેરીકાની પેન્સીલ્વેનીયા યુનિવર્સિટીના ડો. ગ્રેગરી પોસેલે સરકારની મંજુરી મેળવી પુરા. વિભાગના આસી. ડાયરેકટર ચીતલવાલા સાથે રોજડી સ્થળ ઉપર અભ્યાસ કરવા વધુ કાર્ય કરેલુ હતુ. આ બાબત આ ઐતિહાસિક સ્થળનું દેશ-દુનિયામાં મહત્વ દર્શાવે છે. કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા પ્રકાશીત થયેલ ” ઇન્ડીયન આર્કયોલોજી-એ રિવ્યુર” નવી દિલ્હી (1058)માં રોજડીનું આ સંશોધન પ્રસિધ્ધ થયેલ છે.
પરેશ પંડયા જણાવે છે કે અત્યંત ખેદજનક છે કે પુરાતત્વ વિભાગ અને તેને સંભાળતા રાજય સરકારના મંત્રીની નિસ્ક્રીયતાને કારણે આ અમુલ્ય ઐતિહાસીક સ્થળને આજ સુધી રક્ષિત સ્થળ પણ જાહેર કરવામાં નથી આવ્યુ. આ સ્થળ શોધનાર પુરાતત્વવિદ પી.પી.પંડયાનું 1960માં આવશાન થયુ પછી પુરાતત્વ વિભાગ કેમ સંસ્કૃતિ સાચવવા નિસ્ક્રીય રહ્યો તે મોટો પ્રશ્ન છે. એ હકિકત છે કે રોજડી જેવા ઐતિહાસીક સ્થળની સતત ઘોર અવગણના થયેલ છે.
પરેશ પડયા જણાવે છે કે છેલ્લા લગભગ દોઢ દશકાથી રોજડીના ઐતીહાસીક સંસ્કૃતિના સ્થળને બચાવવા-વિકાસ કરવા પુરાતત્વ વિભાગ, રાજય સરકારના મંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ સતત રજુઆતો કરવામાં આવેલ છે.
પરેશ પડયા જણાવે છે કે, રોજડીની આ વિરાસતની જાળવણી કરવા તે સ્થળને ફરતી કમ્પઉન્ડ વોલ (દિવાલ) બનાવવી જોઇએ તેમજ તે સ્થળ ઉપર મ્યુઝીયમ બનાવી તેમાં અહિંથી ઉત્ખનન કરતા મળી આવેલા 4500 વર્ષ પહેલાના માનવીઓ તે સમયે ઉપયોગમાં લેતા તે જુદા જુદા પ્રકારના વાસણો, ઘરેણાઓ, ઓજારો, લીપી લખેલ ઠીકરાઓ, મણકાઓ પ્રદર્શીત કરવા જોઇએ. કરતા કિલ્લાને જીવંત કરવો જોઇએ.
પરેશ પડયા જણાવે છે કે પ્રાચીન સંસ્કૃતિના સ્થળો, રક્ષીત સ્મારકો સાચવાની જવાબદારી પુરાતત્વ વિભાગની કચેરીની હોય છે, એ પણ હકિકત છે કે રાજકોટ સ્થીત પુરાતત્ત્વ વિભાગની કચેરી સ્ટાફ વગરની છે. 11 જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી આ કચેરીનું મહેકમ 29 કર્મચારીઓનું છે. જેમાં લાંબા વર્ષો થયા ફકત 3 કર્મચારી જ કાર્યરત છે. દશકાઓ જુનુ વાહન છે. આ કચેરીને પુરતો સ્ટાફ અને સાધનો આપી સજ્જ કરવો અનિવાર્ય છે. સંસ્કૃતિ બચાવવા રાજય સરકારે હવે યુધ્ધના ધોરણે નિર્ણય લેવો જરૂૂરી છે. તો જ આપણી ગૌરવપ્રદ સંસ્કૃતિ બચશે. જયાબહેન ફાઉન્ડેશન દ્વારા આ પ્રશ્ને પણ સતત રજુઆતો કરવામાં આવે છે.
પરેશ પડયા જણાવે છે કે, તાજેતરમાં મુખ્ય મંત્રીને પ્રાચીન સંસ્કૃતિ બચાવવા કરી ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારને યોગ્ય સુચના આપવા માટે પ્રધાનમંત્રીને ન્યુ દિલ્હી તથા યોગ્ય ભલામણ અર્થે રાજકોટના સાંસદ સભ્યને પણ રજૂઆત પત્ર દ્વારા આપવામાં આવેલ છે.

