શહેરમાં આવતીકાલના મુખ્યમંત્રીના રૂટ પર ડામરના થીગડાં લગાવાયા: માધાપર ચોકડી જાગનાથ પ્લોટ ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડો. રાજદિપસિંહ જાડેજાની યાદી મુજબ રાજકોટમાં મુખ્યમંત્રી આવતીકાલે આવી રહ્યા હોય ત્યારે જે રુટ ઉપર મુખ્યમંત્રી અવર જવર કરવાના હોય તે તમામ રસ્તાઓ ચકાચક બનાવી દેવા માટે તંત્ર કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી નું દોઢ કલાકનું રોકાણ છે પરંતુ જે રસ્તા પર જશે તે તમામ રસ્તાઓની સફાઈ થઈ જશે રસ્તા માં થીગડા લાગી જશે. વીઆઈપી કે વીવીઆઈપી આવે ત્યારે જ કામ કરવાની રાજકોટ મહાનગરપાલિકાની માનસિકતા અહીં થતી થાય છે.
હાલ તો રાજકોટનો વરસાદ અને ડી આઇ પાઇપલાઇન ના ખોદકામના પગલે વોર્ડ નંબર 7 સહિતના વિસ્તારો અને માધાપર ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી ગોંડલ ચોકડી સહિતના અનેક મુખ્ય માર્ગો ઉપર મસ મોટા ખાડાઓ છે શહેરમાં અને છેવાળાના વિસ્તારોમાં કચરા ગંદકી અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. હાલ જે ડામર રસ્તાઓ થઈ રહ્યા છે તેની કોઈ ગેરંટી લેવામાં આવતી ન હોવાથી લોકોને છ મહિનામાં જો ડામર તૂટી જાય તો હાલાકી ભોગવવાનો વખત આવશે.

