લગ્નના બે દિવસ પહેલાં નવવધુ માટે રાખેલા મંગળસૂત્ર-દાગીના લઈ ટોળકી ફરાર
મકાન સાફ કરાવવા માટે ઓનલાઈન માણસો બોલાવતા પરિવારો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર ની પાછળ રૂૂડાનગરમાં રહેતા રાજનભાઈ રાજેન્દ્રકુમાર સોલંકી (વાણંદ)(ઉ.વ. 31) એ ઇન્સ્ટાગ્રામની જાહેરાત માંથી સાવરીયા હોમ ક્લીનિંગમાં કોલ કરી મકાનની સાફ સફાઈ કરવા આવેલા મોહનભાઈના ત્રણ માણસો મકાન સાફ કરવા આવ્યા હતા તેઓ દાગીના અને રોકડ 1.66 લાખની મતા ચોરી ગયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન આજથી બે દીવસ બાદ હોય.ગઇ તા.15/02ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ હું ઘરે હાજર હતો અને મારા લગ્ન આવતા હોય જેથી મારે ઘરની સાફ સફાઈ કરવા માટે મે ઈન્સ્ટાગ્રામ એડ માથી સાવરીયા હોમ ક્લીનીંગ કરીને એડ હોય તેમાથી ફોન કરી અને બુકિંગ કરાવેલ અને સામેથી મને જણાવેલ કે તા.17/ 2 દીવસે ઘર સાફ કરવા માટે અમારા માણસો તમારા ઘરે આવી જશે અને તમારે કામ પુરુ થયા બાદ પેમેટ પેટે 8000/- રૂૂપીયા આપવાના રહેશે તેવી વાત મારે થઈ હતી.ત્યાર બાદ તા.17/02ના સવારે ઘરે મારા બુકીંગ કરાવ્યા મુજબ સફાઈ વાળા બે લેડીસ અને એક જેન્ટ્સ આવેલ બાદમાં રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તેમનુ કામ પૂરૂૂ થઈ જતા મજુરીનું પેમેટ રૂૂપીયા 8000/- મોકલી આપો જેથી આ મોહનભાઈને ઓનલાઈન પેમેન્ટ ચુકવી આપ્યા હતા.
આ લોકો ત્યાથી જવા માટે રીક્ષા મા બેસી ને નીકળી ગયેલ બાદ તા.19/02ના રોજ સવારે નવેક વાગ્યાની આસપાસ મે મારા લગ્ન માટે બનાવેલ સોનાના ઘરેણા જે મારા રૂૂમમા બનાવેલ ફર્નીચર ના કબાટની ઉપર માળીયાના બનાવેલ કબાટ તેની અંદર પાછળ ના ભાગે તા.12/02 ના સવાર આસપાસ સંતાડીને મુકેલ હતા અને તેમા લોક હતો નહી અને તે સોનાના દાગીના જે જાંબલી કલરનુ ચેઈન વાળા બેગમા મુકેલ હતા તે બેગ નીચે ઉતારી અને ચેઈન ખોલી દાગીનાના બોક્ષ બહાર કાઢેલ અને જેમા સોનાનુ મંગલ સુત્ર તથા બુટી નંગ બે જે કુલ વજન 8.10 ગ્રામ નુ જેની કીમત રૂૂપીયા 1,11,121/- તથા બે બોક્ષ જેમા બે સોનાની વીંટી આશરે કુલ વજ ન આશરે 4 ગ્રામ જેની આશરે કિંમત રૂૂપીયા 55,000/- વાળુ તથા રોકડ રૂૂપીયા 600/- હોય જે સોનાના દાગીનાનો કુ લ વજન આશરે 12.10 ગ્રામ જેની કુલ કિ.રૂૂ. 1,66, 121/- તથા રોકડ રૂૂપીયા 600/- એમ કુલ રૂૂપીયા 1,66,721/- ની ચોરી કરી લઇ ગયા હોય જે અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કારખાનેદારના મકાનમાંથી 83 હજારની ચોરી
કોઠારીયા રોડ પર મેહુલનગર મેઈન રોડ પર રહેતો અને મવડીમાં નવ જાગૃતિ ફેબ્રીકેશન નામે કારખાનું ચલાવતા ગૌરવભાઈ કીરીટભાઈ મકવાણા (ઉ.વ.36) ના મવડી મેઈન રોડ પર સ્વાશ્રય સોસાયટી શેરી નં. 4માં આવેલા નવજીવન મકાનમાંથી તસ્કરો રૂૂા. 83 હજારનો ઈલેક્ટ્રીકનો સામાન ચોરી કરી ગયાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
