Sports
દિવાળીના દિવસે જ IPL-2025ના રિટેન ખેલાડીઓની યાદી જાહેર થશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પહેલેથી જ IPL 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. બોર્ડે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા જણાવ્યું છે. આ માટે BCCIએ 31મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
દિવાળીના દિવસે જ મોટો ધડાકો થશે. ફેન્સ સાંજ સુધીમાં જાણી શકશે કે તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝીએ કયા ખેલાડીઓને રિટેન કર્યો છે અને કોને હરાજી માટે રાખ્યા છે. આઇપીએલ 2025 માટે 10 ટીમોએ કયા ખેલાડીઓને રિટેન કર્યા છે તેની માહિતી ઉંશજ્ઞ ઈશક્ષયળફ એપ પર લાઈવ આપવામાં આવશે. આ માટે, ઉંશજ્ઞ સિનેમા એપ પર એક પ્રોગ્રામ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, તે સાંજે 4:30 વાગ્યે શરૂ થશે.
આ કાર્યક્રમમાં તમામ ફ્રેન્ચાઈઝીના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવશે. આઈપીએલની વેબસાઈટ પર પણ રીટેન્શનની માહિતી ઉપલબ્ધ હશે.દરેક આઇપીએલ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આમાં રાઈટ ટુ મેચ કાર્ડ પણ સામેલ છે. જો ફ્રેન્ચાઇઝી પાસે 4 ખેલાડીઓ છે તો તેની પાસે 2 આરટીએમ કાર્ડ હશે. જો તે 1 રિટેન રાખે છે તો 5 હશે અને જો તે કોઈને રાખશે નહીં તો 6 આરટીએમ કાર્ડ હશે. જો ટીમ 6 ખેલાડીઓને રિટેન કરશે તો તેમની પાસે ઓક્શન દરમિયાન રાઈટ ટુ મેચ કાર્ડ નહીં હોય. એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 5 કેપ્ડ અને 2 અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ ખેલાડીઓ ભારતીય કે વિદેશી હોઈ શકે છે. તમામ ટીમોના પર્સમાં 120-120 કરોડ રૂૂપિયા હશે.
આરટીએમ કાર્ડ તે ખેલાડીને જોયા પછી હરાજીમાં ખેલાડી માટે કરવામાં આવેલી સૌથી વધુ બોલીની રકમ ઉમેરવાનો અધિકાર ફ્રેન્ચાઇઝને આપે છે. ધારો કે આરસીબી વિરાટ કોહલીને રિલીઝ કરે છે અને તે હરાજીમાં પ્રવેશ કરે છે. હરાજી દરમિયાન, ઘણી ફ્રેન્ચાઇઝીઓએ તેના પર બોલી લગાવી અને અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે વિરાટ કોહલીને 20 કરોડ રૂૂપિયાની બોલી સાથે ખરીદ્યો. તેથી આરસીબી 20 કરોડ રૂૂપિયા ચૂકવીને વિરાટ કોહલીને ઉમેરવા માટે છઝખ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
ખેલાડીઓને રિટેન કરવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે
1 ખેલાડી – 18 કરોડ રૂપિયા
2 ખેલાડી – 14 કરોડ રૂપિયા
3 ખેલાડી – 11 કરોડ રૂપિયા
4 ખેલાડી – 18 કરોડ રૂપિયા
5 ખેલાડી – 14 કરોડ રૂપિયા
6 ખેલાડી – (કેપ્ડ / અનકેપ્ડ રૂપિયા 4 કરોડ)