Site icon Gujarat Mirror

તળાજાના આમળા ગામના સરપંચ પતિનું અનેક વખત અપહરણ કરી માર મરાયો

ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પંથકમાં કેટલાક ગુન્હાઓ એવા સામે આવે રહ્યા છેકે અહીં પોલીસ કરતાંય ગુંડાઓની ધાકહોય!. આમળા ગામના મહિલા સરપંચ ના પતિ એ પોલીસ ને આપેલ લેખિત ફરિયાદ મા ફલિત થઈ રહ્યું છેકે સરપંચ જેવા મહત્વના હોદ્દાપર રહેનાર વ્યક્તિ ને ફરિયાદ કરવા મહિનાઓ સુધી હિંમત એકઠી કરવી પડી. એભાભાઈ વેલાભાઈ ઢાપા ની દાઠા પોલીસે અરજી સ્વરૂૂપે ફરિયાદ સ્વીકારી છે.એભાભાઈ ના પત્ની લાભુબેન 2022 થી સરપંચ છે.

છેલ્લા કેટલાક સમય થી જુદી જુદી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં સોલાર પવનચક્કી અને તેના કેબલ વાયરો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવીરહ્યા છે.ગામના માથાભારે શખ્સ દ્વારા કંપની ને જુદા જુદા પ્રકારની મંજૂરીઓ માટે સરપંચ ની સહીઓ વાળા કોરા લેટરપેડ માગે છે.ના પાડવામાં આવેતો ધમકીઓ આપે છે.ઘરે થી વાહનમાં અલગ અલગ સ્થળે લઈ જઈ ને મારમારે છે.આવું છેલ્લા પાંચ છ મહિનાથી ચાલી રહ્યુંછે.બે દિવસ પહેલા ઘરે આવી ને ધમકી આપી ગયા છેકે જો હવે ઘરમાંથી બહાર નીકળ્યો તો મારી નાખીશ.આ બાબતે કોઈને કહીશ તો પરિવાર ને મારી નાખવાની ધમકી આપેલ.

ધમકી થી ડર ના કારણે આજ સુધી ફરિયાદ કરી નહતી.આ વિષયને લઈ ને મોબાઈલ રેકોર્ડિંગ હોવાનો પણ પોલીસે સ્વીકારે અરજીમા દાવો કરવામાં આવ્યો છે. પવનચક્કી અને સોલાર ને લઈ વાહનો પસાર કરવા,ખનન કરવું,આવી કંપનીઓના કામો સ્થાનિક લેવલે અટકે નહિ તે માટે બાહુબલીઓ નો અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ બાહુબલીઓ પોતાની તમામ તાકાત કામે લગાવી દેતા હોય છે.જેને લઈ અનેક લોકો આવી પીડા અનુભવી રહ્યા છે.ભાગ્યેજ કોઈ હિંમત દાખવી ને મો ખોલીશકે છે.

Exit mobile version